બેરોજગારો માટે ખુશખબર, મોદી સરકારે બનાવી આવી યોજના

News18 Gujarati
Updated: June 5, 2019, 8:08 PM IST
બેરોજગારો માટે ખુશખબર, મોદી સરકારે બનાવી આવી યોજના
PM મોદીની ફાઇલ તસવીર

ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ગ્રોથની કેબિનેટ કમિટીમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, એમએસએમઈ મંત્રી નીતિન ગડકરી, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલનો સમાવેશ

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : નીચે જઈ રહેલા આર્થિક દરના વિકાસ માટે અને દેશમાં રોજગારીના સર્જન માટે વડાપ્રધાન મોદીએ બે સમિતીનું નિર્માણ કર્યુ છે જેની અધ્યક્ષતા તેઓ જાતે કરશે. આ બને પેનલમાં આર્થિક વૃદ્ધી અને રોજગારીના સર્જન માટે ત્વરીત પગલાં ભરશે. ન્યૂઝ 18ને આ સમિતી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે આ બને પેનલ દ્વારા મોટા પગલાં ભરવામાં આવશે.

પાંચ હાઇ પ્રોફાઇલ મંત્રી
વડાપ્રધાનની આગેવાનીમાં કેબિનેટની ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ગ્રોથ કમિટીની રચના કરાઈ છે. આ કમિટીમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, એમએસએમઈ મંત્રી નીતિન ગડકરી, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :  નર્મદા બચાવવા કોમ્પ્યુટર બાબાની MP સરકાર પાસે હેલિકોપ્ટરની માંગણી

રોજગાર સર્જન
રોજગારના સર્જન માટે વડાપ્રધાન મોદીએ 10 સભ્યોની હાઇપાવર કમિટી તૈયાર કરી છે. આ કમિટી સ્કિલ ડેવલપમેન્ટ અને નોકરીઓના સર્જન માટે કામ કરશે. આ કમિટીમાં અમિત શાહ, નિર્મલા સીતારમણ, પિયૂષ ગોયલ, કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, એચઆરડી મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંક, પેટ્રોલિયમ અને સ્ટિલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, સ્કિલ અને આંત્રપ્રિન્યોરશીપ મંત્રી મહેન્દ્ર નાથ પાંડેય, રાજ્ય મંત્રી સંતોષ કુમાર ગંગવર, હરદિપસિંહ પુરીનો સમાવેશ કરાયો છે. ગંગવાર અને પુરી બને પાસે શ્રમ-રોજગાર અને શહેરી આવાસના ખાતા છે.બજેટમાં અસર જોવા મળી શકે
આ બંને કમિટી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓની અસર આગામી યૂનિયન બજેટમાં જોવા મળી શકે છે. વડાપ્રધાન મોદીની સરકારના બીજા કાર્યકાળમાં નિમાયેલી આ પ્રથમ કમિટી છે. આ કમિટી આંતરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની યોજનાઓ તૈયાર કરશે.

આ પણ વાંચો : સરકારી શાળા નજીક હોય તો RTE હેઠળ પ્રાઇવેટ સ્કૂલમાં પ્રવેશ નહીં : હાઇકોર્ટ

નબળો આર્થિક દર
ગત શુક્રવારે જાહેર થયેલા સરકારી આંકડા મુજબ વર્ષ 2018-19માં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન દેશનો આર્થિક વિકાસ દર 5.8 ટકા હતો જ્યારે ચીનનો આર્થિક વિકાસ દર 6.4 ટકા હતો. ગત સાડા ચાર વર્ષમાં આ દેશનો સૌથી નબળો આર્થિક વિકાસ દર રહ્યો હતો. આંકડાઓ મુજબ વર્ષ 2017-18 દરમિયાન દેશનો બેરોજદગારી દર 6.1 ટકા સુધી પહોંચી ગયો હતો જે પાછલા 45 વર્ષનો સૌથી ઊંચો બેરોજગારી દર હતો.
First published: June 5, 2019
વધુ વાંચો
अगली ख़बर