પુલવવામા હુમલા પર મોદીએ કહ્યું, ' વિપક્ષ પાકિસ્તાનની ભાષા બોલે છે'
વડા પ્રધાન મોદીએ રેલીમાં કહ્યું હતું કે આપણી લડાઈ કાશ્મીર માટેની છે, કાશ્મીરીઓ સાથેની નહીં.
પીએમ મોદીએ રાજસ્થાનના સવાઇમાધોપુર ખાતેથી એક સભાને સંબોધી અને કહ્યું કે આ વખતે પુલવામાના દોષિતોનો પાક્કો હિસાબ થશે, પરંતુ કેટલાક લોકો એવા છે જે ભારતમાં રહીને પાકિસ્તાનની ભાષા બોલે છે.
ન્યૂઝ 18 ગુજરાતી: વડા પ્રધાન મોદી આજે રાજસ્થાનના પ્રવાસે નીકળ્યા છે. રાજસ્થાનમાં તેમણે ઉપમુખ્ય મંત્રી સચિન પાયટના વિધાનસભા ક્ષત્રમાંથી વિજય સંકલ્પ રેલી સાથે રાજ્યમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. તેમણે સભાના સંબોધન પહેલાં પુલવામા આતંકવાદી હુમલાના જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી.
વડા પ્રધાન મોદીએ કહ્યું, સવાઈમાધોપુરની ધરતી પરથી પુલવામામાં શહીદ થયેલા જવાનોને નમન કરૂ છું. આપ સૌએ રાષ્ટ્રની સુરક્ષા માટે ખૂબ ત્યાગ કર્યો છે. તમારા કારણે ભારત વિશ્વમાં છાતી કાઢીને ઊભો છે. આજે આખો દેશ જવાનો સાથે ઊભો છે. તમે વિશ્વાસ રાખજો આ વખતે હિસાબ થશે અને પાક્કો હિસાબ થશે.
કાશ્મીર માટેની લડાઈ છે, કાશ્મીરીઓ સાથેની નહીં વડા પ્રધાન મોદીએ દેશમાં કાશ્મીરીઓ પર થઈ રહેલા હુમલાને જઘન્ય ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે કાશ્મીરના દરેક બાળકો આતંકવાદથી પીડિત છે. આપણી લડાઈ આતંકવાદ સાથેની છે, આતંકવાદીઓ સાથેની છે. કાશ્મીર માટેની આપણી લડાઈ છે. કાશ્મીરીઓ સાથે લડાઈ નથી.
વિપક્ષ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યો છે પીએમ મોદીએ પાકિસ્તાન અને પુલવામાં હુમલા બાદ શરૂ થયેલા રાજકારણને અફસોસપૂર્ણ ગણાવ્યો હતો તેમણે કહ્યું કે કેટલાક મુઠ્ઠીભર લોકો છે જે ભારતમાં રહીને પાકિસ્તાનની ભાષા બોલે છે, એ લોકો પાકિસ્તાન જઈને કહે છે કે કઈ પણ કરો પરંતુ મોદીને ભગાવોય આ એજ લોકો છે જે મુંબઈ હુમલાનો જવાબ આપી શકતા નથી. આવા લોકો ન દેશના જવાનોના છે ના તો ખેડૂતોના છે. આ લોકોએ કહ્યું હતું કે 10 દિવસમાં રાજસ્થાનના ખેડૂતોનું દેવું માફ કરીશું જો કે હજુ સુધી કર્જ માફી થઈ નથી.
ઇમરાન ખાન પોતાના શબ્દો યાદ કરે વડા પ્રધાન મોદીએ ઇમરાન ખાને પાકિસ્તાનીઓને આપેલા વચનો યાદ કરાવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે ઇમરાન વડા પ્રધાન બન્યા ત્યારે મે તેમને શુભકામનાઓ પાઠવી હતી તેમણે મને કહ્યું હતું કે હું પઠાણનો દીકરો છું, સાચું બોલું છું, સાચું કરુ છું. આજે પાકિસ્તાનના વડા પ્રધાને તેમના શબ્દો યાદ કરવાની જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર