બિહારમાં પીએમ મોદીએ કહ્યું,'કોંગ્રેસે મત માટે 26/11ના હુમલામાં હિંદુઓને ફસાવ્યા'

બિહારમાં પીએમ મોદીએ કહ્યું,'કોંગ્રેસે મત માટે 26/11ના હુમલામાં હિંદુઓને ફસાવ્યા'
વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

પ્રથમ ચરણના મતદાન બાદ વિરોધીઓના મોઢે તાળા લાગી ગયા છે, હવે તેઓ એરસ્ટ્રાઇકના પુરાવા નથી માંગી રહ્યાં : પીએમ મોદી

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના અરરિયામાં એક ચૂંટણી સભા સંબોધી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ નેપાળને અડીને આવેલી સીમાંચલની ભૂમિ પરથી કહ્યું કે કોંગ્રેસ સરકારે 26/11ના મુંબઈ હુમલા બાદ પાકિસ્તાનને સબક શીખવાડવાના સ્થાને હિંદુઓને ફસાવવાનું કાવતરૂ ઘડ્યું હતું. કોંગ્રેસે વોટભક્તિની રાજનીતિ કરવા માટે આ કામ કર્યુ હતું

  પીએમ મોદીએ કહ્યું, “નાત જાતના ભેદભાવ સીવાય આપણી ઓળખા એક ભારતીય તરીકેી છે. મેં પાંચ વર્ષ સુધી તમારી સેવા કરી છે. જે લોકોને ભારત માતાના જયકારાથી સમસ્યા હતી તેમને પહેલા બે ચરણના મતદાનમાં જવાબ મળી ગયો છે. હવે તેમના ચહેરા ઉતરેલા છે અને તેઓ હવે એર સ્ટ્રાઇકના પુરાવા માંગી રહ્યાં નથી.”  આ પણ વાંચો : રાહુલ ગાંધીએ બિહારમાં કહ્યું, 'અમારી સરકારમાં થશે ન્યાય, ખેડૂતો માટે આપીશું અલગ કૃષિ બજેટ'

  પીએમ મોદીએ કહ્યું કે દેશભક્તિની રાજનીતિ શા માટે થાય છે તે તમે પહેલા ઊરી અને બાદમાં પુલવામાં હુમલા વખતે જોઈ લીધું હતું. પહેલાં સર્જિકલ સ્ટ્રાઇક અને બાદમાં એરસ્ટ્રાઇક થઈ હતી. જે પાકિસ્તાન દુનિયામાં છાતી કાઢીને દાદાગીરી કરતું હતું તેને સમગ્ર વિશ્વમાં ભારતે નોખું પાડી દીધું છે. પ્રથમ ચરણના મતદાન બાદ વિરોધીઓના મોઢે તાળા લાગી ગયા છે, હવે તેઓ એરસ્ટ્રાઇકના પુરાવા નથી માંગી રહ્યાં, મતદાતાઓએ તેમના મોઢા પર તાળા મારી દીધા છે.

  આ પણ વાંચો : ચીફ જસ્ટિસે યૌન ઉત્પીડનના આરોપોને ફગાવ્યા, કહ્યું- ખતરામાં છે ન્યાયતંત્ર

  પીએમ મોદીએ ઉમેર્યુ કે સત્યને કોઈ આંચ આવતી નથી. પ્રથમ બે ચરણના મતદાનમાંજ તેમની જમીન ખસી ગઈ છે. બે ચરણોના જે સંભવિત પરિણામ આવી રહ્યાં છે ત્યારથી તેમમે વીર જવાનો પાસે પુરાવા માંગવાનું બંધ કરી દીધું છે. હવે તો તેમને પહેલાં જેટલા સંસદમાં હતા એટલા પણ પાછા પહોંચશે કે નહીં તેની ચિંતા સતાવી રહી છે કે
  Published by:News18 Gujarati
  First published:April 20, 2019, 15:40 pm

  ટૉપ ન્યૂઝ