મસ્કતમાં મોદીઃ શિવ મંદિરમાં કરી પૂજા તો સૌથી મોટી મસ્જિદમાં માંગી દુઆ

News18 Gujarati
Updated: February 12, 2018, 4:00 PM IST
મસ્કતમાં મોદીઃ શિવ મંદિરમાં કરી પૂજા તો સૌથી મોટી મસ્જિદમાં માંગી દુઆ
મસ્કતમાં મોદીએ મસ્જિદ અને મંદિરની મુલાકાત લીધી

મોદીએ રવિવારે મસ્કત ખાતે સુલ્તાન કબૂસ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ભારતીય સમાજને સંબોધન કર્યું હતું.

  • Share this:
ખાડી દેશોના મહત્વના પ્રવાસે ગયેલા મોદી પોતાના અંતિમ પડાવામાં રવિવારે મોડી રાત્રે ઓમાન પહોંચી ગયા હતા. સોમવારે સવારે મોદીએ મસ્કતમાં ભારત-ઓમાન બિઝનેસ સમિટમાં ભાગ લીધો હતો. બાદમાં મસ્કત ખાતે આવેલા 125 વર્ષ જૂના શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. આ સમયે મંદિર બહાર હાજર લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. મંદિર ઉપરાંત મોદીએ મસ્કતના સૌથી મોટી મસ્જિદ સુલતાન કબૂસની પણ મુલાકાત લીધી હતી.

મોદી ભારત અને ઓમાનમાં દ્વિપક્ષિય બાબતોને લઈને અહીંના બે ઉપ-વડાપ્રધાનો સાથે પણ ચર્ચા કરી હતી.

આ પહેલા મોદી રવિવારે સાંજે ઓમાનના સુલતાન કબૂસ બિન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ દ્વિપક્ષિય મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન બંને દેશ વચ્ચે સુરક્ષા, સ્વાસ્થ્ય, પર્યટન જેવા ક્ષેત્રે મહત્વના આઠ કરાર પર હસ્તાક્ષર થયા હતા.

ભારત અને ઓમાન વચ્ચે ખૂબ જ નજીકનાં સંબંધો છે. બંને દેશની સેનાઓ વચ્ચે અભ્યાસ પણ થયા છે. ઓમાન આપણા જાહજોને સુવિધા પુરી પાડે છે. સાથે જ તે આપણા વિમાનને રિફ્યૂલિંગની સુવિધા પણ આપે છે.

મસ્કતની સૌથી મોટી મસ્જિદની મુલાકાત લેતા મોદી


મસ્કતમાં ભારતીય સમુદાયને કર્યું સંબોધનઆ પહેલા મોદીએ રવિવારે મસ્કત ખાતે સુલ્તાન કબૂસ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ભારતીય સમાજને સંબોધન કર્યું હતું. દેશની ત્રણ ભાષામાં લોકોને નમસ્કાર કર્યા બાદ મોદીએ કહ્યું હતું કે, 'સરકાર તરફથી એક રાજદૂત હોય છે પરંતુ દેશ તરફથી લાખો રાષ્ટ્રદૂત ઓમાનમાં બેઠા છે.'

મોદીએ કહ્યું ' હું ચાવાળો છું. એટલે મને ખબર છે કે 90 પૈસામાં ચા પણ નથી મળતી. પરંતુ અમે આટલી રકમમાં વીમો આપી રહ્યા છીએ. દેશના લોકોએ જે આશા અને આકાંક્ષાઓ સાથે મને વડાપ્રધાન બનાવ્યો છે, તેમની અપેક્ષાઓનો હું મરવા નહીં દઉં.'

મોદીએ વધુમાં કહ્યું કે, 'મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ'ના મંત્ર સાથે ચાલી રહેલી સરકાર લોકોના જીવનને વધારે સરળ બનાવવા માટે કામ કરી રહી છે. 21મી સદીમાં દેશ હવે કુશાસનથી પ્રગતિ નહીં કરી શકે.' સંબોધન દરમિયાન 'મોદી-મોદી'ના નારા વચ્ચે તેમણે કહ્યું હતું કે, 'દેશના લોકો હવે પરિવર્તનનો અનુભવ કરી રહ્યા છે.'

First published: February 12, 2018, 10:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading