પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 9 ફેબ્રુઆરીથી 4 દિવસ વિદેશ પ્રવાસે જઈ રહ્યાં છએ. પીએમ મોદી 9 ફેબ્રુઆરીએ રવાના જશે. આ વખતે પીએમ મોદી પેલેસ્ટાઈન, ઓમાન અને UAEના પ્રવાસે જઈ રહ્યાં છે.
નરેન્દ્ર મોદી પેલેસ્ટાઈન, ઓમાન અને સંયુક્ત અરબ અમીરાતની ચાર દિવસની યાત્રા પર જશે. આ દરમિયાન તેઓ 'પરસ્પર હિતના વિષયો પર' આ દેશોના નેતૃત્વની સાથે વાતચીત કરશે.
પહેલીવાર પેલેસ્ટાઈન જશે ભારતીય પીએમ વિદેશ મંત્રાલયે જણાવ્યુ કે, કોઈ ભારતીય વડાપ્રધાનની પેલેસ્ટાઈનની પહેલી યાત્રા હશે અને મોદીની યુએઈની બીજી યાત્રા તથા ઓમાનની પણ પહેલી યાત્રા હશે. યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી ત્યાંના નેતાઓ સાથે ચર્ચા કરશે. અને કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપશે.
અબ્બાસ સાથે મુલાકાત મોદી પોતાની પેલેસ્ટાઈન યાત્રા દરમિયાન મોદી રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે એક બેઠક કરશે.
ઓમાનમાં ભારતીય સમુદાય સાથે કરશે મુલાકાત તો ઓમાન યાત્રા દરમિયાન મોદીનું ધ્યાન વેપાર અને રક્ષા જેવા ક્ષેત્રમાં સહયોગ વધારવા પર રહેશે, વિદેશ મંત્રાલય અનુસાર ભારત અને ઓમાનની વચ્ચે દ્વીપક્ષીય વેપાર અને રોકાણ મજબૂત બનાવવામાં ધ્યાન આપશે. તો આ સાથે જ પીએમ મોદી ઓમાનમાં ભારતીય સમુદાયને મળશે અને તેઓ સાથે વાતચીત કરશે.
યૂએઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને કરશે સંબોધિત પેલેસ્ટાઈનની મુલાકાત એટલાં માટે મહત્વની છે કે કેમકે હાલમાં જ ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ પાંચ દિવસની ભારતની મુલાકાતે આવ્યાં હતા. ત્યારે બંને વચ્ચે ફિલિસ્તીન મુદ્દા પર ચર્ચા થઈ હતી. યૂએઈની યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી રક્ષા, સુરક્ષા અને વેપાર જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા કરશે અને યૂએઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને સંબોધિત કરશે.
મહત્વનું છે કે ઇઝરાયેલ અને પેલસ્ટાઈન વચ્ચે સારા સંબંધ નથી. ત્યારે ઇઝરાયેલની સાથે પેલેસ્ટાઈન સાથે પણ સારા સંબંધ બની રહે તેવા પ્રયાસો પીએમ મોદી કરશે. જો કે ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે પહેલેથી જ સારા સંબંધો છે અને યુએનમાં એક અલગ દેશ તરીકે ભારત હંમેશા પેલેસ્ટાઈનના પક્ષમાં અવાજ ઉઠાવતો રહ્યો છે.
ઇઝરાયેલ સાથે સંબંધોમાં ઘનિષ્ઠા લાવ્યાં બાદ હવે ભારત પેલેસ્ટાઈનમાં પણ મોટો રોલ ભજવવા માગે છે. ભારતનો પ્રયાસ છે કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ બની રહે અને બંને દેશો વાતચીતથી પોતાના વિવાદોનું સમાધાન કરે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર