પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં લાગ્યા મોદી-મોદીના નારા

News18 Gujarati
Updated: April 5, 2019, 2:45 PM IST
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં લાગ્યા મોદી-મોદીના નારા
પુણેમાં રાહુલના કાર્યક્રમમાં લાગ્યા મોદી-મોદીના નારા

શુક્રવારે પુણેમાં રાહુલ ગાંધી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યાં હતાં, ત્યારે આ કાર્યક્રમમાં મોદી-મોદીના નારા લાગ્યા હતા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: શુક્રવારે પુણેમાં રાહુલ ગાંધી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યાં હતાં, ત્યારે આ કાર્યક્રમમાં મોદી-મોદીના નારા લાગ્યા હતા. જ્યારે રાહુલ ગાંધીને પીએમ મોદી અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, હું પીએમ મોદીને પસંદ કરું છું. આ વાત સાંભળતાં જ કાર્યક્રમમાં મોદી-મોદીના નારા ગૂંજવા લાગ્યા હતા.

પીએમ મોદી અંગે પૂછવામાં આવેલા સવાલ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, હું મિસ્ટર નરેન્દ્ર મોદીને પસંદ કરું છું. મારા મનમાં તેમના માટે દ્વેષ અને ગુસ્સો નથી. પરંતુ તેમને મારા માટે દ્વેષ છે. રાહુલ ગાંધીએ આ વાત કહેતાં હોલમાં મોદી-મોદીના નારા લાગ્યા હતા. જોકે, કોંગ્રેસ અધ્યક્ષ આનાથી પ્રભાવિત નથી થયા. તેમણે સ્થિતિ સાચવતાં કહ્યું કે, ઇટ્સ ફાઇન... ઇટ્સ ફાઇન. નો પ્રોબ્લેમ.

આ પણ વાંચો: આ ચોકીદારે લાલ બત્તીઓ ઉતરાવી ગરીબોના ઘરે વીજળી આપી : મોદી

એર સ્ટ્રાઇકને લઇને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, વાયુસેનાએ એર સ્ટ્રાઇકની ક્રેડિટ લેવી જોઇએ. તેમણે કહ્યું કે, લોકોને સમજાવવું જોઇએ કે ભારત સાથે ભીડવાની કિંમત ચૂકવવી પડશે. તેમણે એર સ્ટ્રાઇક પર રાજનીતિને અયોગ્ય ગણાવી.
First published: April 5, 2019
વધુ વાંચો
अगली ख़बर