G-20 સમિટ : ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના વખાણમાં કહી આ પાંચ વાત

પીએમ મોદીના બીજા કાર્યકાળમાં પહેલીવાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થઈ.

ટ્રમ્પે એ સમયની વાત શરૂ કરી જ્યારે પીએમ મોદી પહેલીવાર પીએમ બન્યા હતા

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુક્રવારે જાપાનના ઓસાકામાં મુલાકાત થઈ. બીજી વાર પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીની ટ્રમ્પ સાથે આ પહેલી મુલાકાત હતી. ગત દિવસોમાં અમેરિકાને નિકાસ થતાી વસ્તુઓ પર ભારતે ટેરિફ વધાર્યો હતો, તો અમેરિકાએ વીઝા નિયમો વધુ કડક બનાવ્યા, ભારતના રશિયા પાસેથી હથિગાર ખરીદવા અને ચીનની ઉપર અમેરિકાની કાર્યવાહીને લઈને આ મુલાકાત સુમેળભરી નહીં રહે તેવું માનવામાં આવતું હતું. પરંતુ થયું તેનાથી બિલકુલ ઉલટું. પીએમ મોદીએ ટ્રમ્પને મળતાં જ તેમને ઈરાન, 5G, દ્વિપક્ષીય સંબંધ અને ડિફેન્સ સંબંધો પર વાત કરવા માટે પૂછ્યું. તેની પર ટ્રમ્પે પાંચ વાતો પર ભાર મૂક્યો.

    1. અમેરિકાના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને મળતાં જ સૌથી પહેલા હાલમાં જ લોકસભા ચૂંટણી 2019માં ઐતિહાસિક જીતની શુભેચ્છા પાઠવી. લોકોના આશ્ચર્ય વચ્ચે તેમણે પીએમ મોદીની જીતને મોટી સફળતા ગણાવી. તેઓએ કહ્યું કે, તમે ઘણું સારું કામ કર્યુ છે.

    2. પીએમ મોદીને લોકસભા ચૂંટણીની જીતની શુભેચ્છાઓ આપ્યા બાદ ટ્રમ્પે તેમના વખાણ કરવાનું શરૂ કરી દીધું. ટ્રમ્પે એ સમયની વાત શરૂ કરી જ્યારે પીએમ મોદી પહેલીવાર પીએમ બન્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, મને યાદ છે જ્યારે તમે પહેલીવાર પીએમ બન્યા હતા તો ભારતમાં કેટલા નાના-નાના ગ્રુપ સક્રિય હતા.


    3. ટ્રમ્પે કહ્યું કે, જ્યારે નરેન્દ્ર મોદી પહેલીવાર ભારતના પીએમ બન્યા તો દેશમાં નાના-નાના ગ્રુપ સક્રિય હતા. તે દેશ માટે ઘાતક હતા. પરંતુ પીએમ મોદીએ તે તમામ સમૂહોને એક સાથે કામ કરવાથી રોકી દીધા. આ તેમની મોટી જીત છે.

    આ પણ વાંચો, PM મોદીએ કહ્યુ- ટ્રમ્પ સાથે ઈરાન, 5G સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ

    4. ત્યારબાદ ટ્રમ્પે મોદીની ક્ષમતાઓ વિશે વાત કરવા લાગ્યા. તેઓએ કહ્યું કે, તમે જે રીતે ભારતને એક સાથે ઊભું કર્યુ છે, તે વખાણવા લાયક છે. ટ્રમ્પ મુજબ જૂથબાજી ભારતની જૂની નબળાઈ રહી છે. અતિપ્રાચીન કાળથી જ ભારત જ્યારે નબળો પડ્યો છે તો તે તેની જૂથબાજી રહી છે. એવામાં પીએમ મોદીએ દેશને જૂથવાદથી બહાર આવવા મોટું કામ કર્યુ છે. આ તેમની શાનદાર નેતૃત્વ ક્ષમતાના પરિણામ છે.


    5. પીએમ મોદીના વખાણ કરતાં ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકાના આગામી સંબંધોની દિશાને પૂરી રીતે સ્પષ્ટ કીર દીધી. તેઓએ કહ્યું કે, હું એ વાતને લઈને પૂરી રીતે આશ્વસ્ત છું કે ભારત અને અમેરિકા અનેક મોર્ચે એક સાથે કામ કરશે. તેમાં રક્ષા અને અમારી મિલિટ્રી તાકાત પર થવા જઈ રહેલા કામ મુખ્યપણે સામેલ છે. એટલું જ નહીં આજે રક્ષા અને ટ્રેડ મુદ્દાઓ પર વિસ્તારથી વાત પણ કરવામાં આવશે. અમને કોઈ ઉતાવળ નથી.


    ઉલ્લેખનીય છે કે, પહેલા અમેરિકા તરફથી આ મુલાકાતને લઈને આશંકાની સ્થિતિ ઊભી કરવામાં આવી હતી. એવી અફવાઓ હતી કે જ્યાં સુધી ભારત દ્વારા હાલમાં જ વધારવામાં આવેલા ટેરિફને ફરીથી નહીં ઘટાડે ત્યાં સુધી એમરિકાના રાષ્ટ્રપતિ ભારતના પીએમને મળવા નથી માંગતા. પરંતુ બે દિવસ પહેલા અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોની ભારત યાત્રા બાદ એ સ્પષ્ટ થવા લાગ્યું હતું કે બંને દેશોની વચ્ચે ફરી એકવાર સંબંધો સામાન્ય થઈ ગયા છે.
    Published by:Mrunal Bhojak
    First published: