Home /News /national-international /

મોદી મલેશિયા, સિંગાપોર અને ઇન્ડોનેશિયાના પ્રવાસે રવાના, આવો છે કાર્યક્રમ

મોદી મલેશિયા, સિંગાપોર અને ઇન્ડોનેશિયાના પ્રવાસે રવાના, આવો છે કાર્યક્રમ

આઝદી પછી પહેલીવાર દેશના વડાપ્રધાન મગહર જઇ રહ્યાં છે.

    વડાપ્રધાન મોદી 29મી મેના રોજ ઇન્ડોનેશિયા, સિંગાપોર અને મલેશિયાના પ્રવાસે રવાના થઈ ગયા છે.  સોમવારે સાંજે તેમણે કહ્યું હતું કે ત્રણેય દેશો સાથે ભારતના સારા સંબંધ છે અને તેમના આ પ્રવાસથી એક્ટ ઈસ્ટ નીતિને આગળ ધપાવવામાં મદદ મળશે. વડાપ્રધાન 29મી મેથી 2 જૂન સુધી આ દેશોની યાત્રા પર રહેશે.

    29મી જૂનના રોજ પીએમ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના નિમંત્રણ પર જકાર્તામાં રહેશે. તેમણે કહ્યું, "વડાપ્રધાન તરીકે ઇન્ડોનેશિયાનો આ મારો પ્રથમ પ્રવાસ છે. 30મી મેના રોજ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત થશે. આ ઉપરાંત ભારત-ઇન્ડોનેશિયા સીઈઓ ફોરમની સંયુક્ત બેઠક પણ થશે. હું ઇન્ડોનેશિયામાં ભારતીય લોકોને પણ સંબોધિત કરીશ."

    સિંગાપોરમાં મોદી વાર્ષિક સુરક્ષા સંમેલનમાં શાંગરી-લા ડાયલોગને પ્રથમ જૂનના રોજ સંબોધિત કરશે.

    મોદીએ કહ્યું હતું કે, "પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાન આ સંમેલનને સંબોધિત કરશે. ક્ષેત્રિય સુરક્ષાના મુદ્દા પર ભારતના વિચારોને વ્યક્ત કરવાનો આ સારો પ્રસંગ રહેશે."

    31મી મેના રોજ સિંગાપોર જતા પહેલા તેઓ થોડો સમય સુધી મલેશિયામાં પણ રોકાશે. અહીં તેઓ મલેશિયાની નવી સરકારને અભિનંદન પાઠવશે તેમજ વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરશે.

    વડાપ્રધાન પ્રથમ જૂનના રોજ સિંગાપોરના રાષ્ટ્રપતિ હલીમા યાકૂબ સાથે મુલાકાત કરશે અને સિંગાપોરના વડાપ્રધાન લી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા કરશે.

    બીજી જૂનના રોજ મોદી ધ ક્લીફોર્ડ પિયર ખાતે એક તકતીનું અનાવરણ કરશે, અહીં 27મી માર્ચ 1948ના રોજ ગાંધીજીની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

    નોંધનીય છે કે મોદી સરકારે ભારતની એક્ટ ઈસ્ટ નીતિ શરૂ કરી છે, જેનો ઉદેશ્ય એશિયાના પ્રશાંત ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રીત કરવાનો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Indonesia, Malaysia, Singapore, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन