જાણો ફરીવાર કેમ આ તસવીર ઇન્ટનેટમાં મચાવી રહી છે ધૂમ

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા દેખાતા રામચંદ્રન એક ફિલ્મમાં ચમકવાના છે. આ ફિલ્મમાં તેમણે પીએમ મોદીની ભૂમિકા ભજવી છે. કેરળના રહેવાસી એમપી રામચંદ્રનની તસવીર 2017માં ઇન્ટરનેટ પર વાઇરલ થઇ ગઇ હતી. જે તસવીરમાં તે એકદમ પીએમ નરેન્દ્ર મોદી જેવા દેખાઇ રહ્યાં હતાં. તેઓ એક ફિલ્મમાં કામ કરવાના છે આ સમાચારના કારણે તસવીર ફરીવાર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે.

  64 વર્ષના રામચંદ્રન કન્નડ મૂવી 'સ્ટેટમેન્ટ 8/11'માં દેખાવવાના છે. આ ફિલ્મ 8 નવેમ્બર 2016ના રોજ થયેલી નોટબંધી પર આધારિત છે. જેનાથી દેશના કરોડો લોકો પ્રભાવિત થયા હતાં. ઓછા બજેટની આ ફિલ્મનું નિર્દેશન અપ્પી પ્રસાદે કર્યું છે.

  કન્નૂર જિલ્લાના પય્યાનૂર નિવાસી રામચંદ્રન સ્ટેશન પર ટ્રેનની રાહ જોઇ રહ્યાં હતાં. આ દરમિયાન એક કોલેજ સ્ટુડેન્ટે તેમની તસવીર પાડીને ફેસબુક પર અપલોડ કરી દીધી હતી, જે વાઇરલ થઇ ગઇ હતી. આનું કેપ્શન હતું 'પય્યાનૂર રેલવે સ્ટેશન પર પીએમ મોદી.'  રામચંદ્રને ન્ચૂઝ 18 સાથે વાત કરતાં જણાવ્યું કે, 'આ ગત જુલાઇની ઘટના છે. હું બેંગ્લૂરૂ જઇ રહ્યો હતો. ત્યારે જ કોઇએ મારી તસવીર પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધી હતી. હું જેવો ટ્રેનમાંથી ઉતર્યો કે ત્યાં કેટલાક પત્રકારો અને ફોટોગ્રાફર મારી રાહ જોઇ રહ્યાં હતાં. એક કન્નડ ચેનલમાં મારો ઇન્ટરવ્યૂ જોયા પછી કેટલાક નિર્માતા મારી ઘરે આવ્યાં અને તેમણે મને ફિલ્મમાં કામ કરવાનો આગ્રહ કર્યો. જે મેં સ્વિકારી લીધો હતો.'

  'સ્ટેટમેન્ટ 8/11' એપ્રિલ પહેલા 27 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી પરંતુ થોડી ટેકનિકલ ખામી આવવાને કારણે તેની તારીખ લંબાઇ છે. નવી તારીખ હજી સામે નથી આવી.
  Published by:Kaushal Pancholi
  First published: