Home /News /national-international /

West Bengal Election 2021: TMCના રણનીતિકાર પ્રશાંત કિશોરનો કથિત ઑડિયો લીક, 'બંગાળમાં મોદી ખૂબ પ્રસિદ્ધ'

West Bengal Election 2021: TMCના રણનીતિકાર પ્રશાંત કિશોરનો કથિત ઑડિયો લીક, 'બંગાળમાં મોદી ખૂબ પ્રસિદ્ધ'

પ્રશાંત કિશોર (ફાઇલ તસવીર)

West Bengal Assembly Election 2021: કથિત ઑડિયો વાયરલ થયા બાદ પ્રશાંત કિશોરે કહ્યુ કે, "મને ખૂબ આનંદ છે કે બીજેપી મારા ક્લબહાઉસ ચેટને પોતાના નેતાઓના શબ્દોથી વધારે ગંભીરતાથી લઈ રહી છે."

    કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજનીતિ (West Bengal Assembly Election 2021)ની એક ચોંકાવનારી ઘટનામાં તૃણમૂલ કૉંગ્રેસના રણનીતિકાર પ્રશાંત કિશોરની એક કથિત ઑડિયો (Prashant Kishore Audio) ક્લિપ વાયરલ થઈ છે. જેમાં તેઓ કથિત રીતે કહી રહ્યા છે કે, "એન્ટી ઇન્કમ્બન્સી રાજ્યની વિરુદ્ધ છે. મોદી પ્રસિદ્ધ છે. મમતા અને મોદી પ્રસિદ્ધ છે." આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પ્રશંત કિશોર તરફથી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. તેમણે 'આગ્રહ' કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી આખી ઑડિયો ક્લિપ જાહેર કરે.

    આ લીક થયેલા ઑડિયા ક્લિપમાં પ્રશાંત કિશોર કથિત રીતે કહી રહ્યા છે કે, "બંગાળમાં મોદી એક કલ્ટ છે, જે આખા દેશમાં બની ગયો હતો. અનેક લોકોને મોદીમાં ભગવાન દેખાય છે. ખાસ કરીને હિન્દી ભાષી મોદીના સમર્થનનો પાયો છે. એન્ટી ઇન્કમ્બન્સી રાજ્યની વિરુદ્ધ છે. મોદી ખૂબ પ્રસિદ્ધ છે."

    આ પણ વાંચો: ભારતમાં કોરોનાનો કહેર યથાવત: સક્રિય કેસની સંખ્યા 10 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1,45,384 નવા કેસ નોંધાયા

    કથિત ઑડિયોમાં TMC રણનીતિકારે કહ્યુ કે, "મમતા અને મોદી પ્રસિદ્ધ છે. બંગાળે બીજેપીનો સ્વાદ ચાખ્યો નથી. લોકોને લાગી રહ્યું છે કે બીજેપી એવું કરી દેશે જેવું આપણને ક્યારેય મળ્યું નથી. એક લાડવો છે જેને લોકો ખાવા માંગે છે. મોબિલાઇઝેશનને કારણે મોટી ભીડ છે અને મોદીની પ્રસિદ્ધિ. એન્ટી ઇન્કમ્બન્સી, પૉપ્યુલારિટી અને એસસી વોટ્સ." ન્યૂઝ18 ગુજરાતી આ ક્લિપની કોઈ પુષ્ટિ નથી કરતું.

    આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય દંપતીનો મૃતદેહ મળી આવ્યો, ચાર વર્ષની બાળકી રડતી હાલતમાં મળી

    પ્રશાંત કિશોરની સ્પષ્ટતા

    આ ઑડિયો બહાર આવ્યા બાદ પ્રશાંત કિશોરે સ્પષ્ટતા આપી છે. સમાચાર એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે તેમણે કહ્યુ કે, "મને ખૂબ આનંદ છે કે બીજેપી મારા ક્લબહાઉસ ચેટને પોતાના નેતાઓના શબ્દોથી વધારે ગંભીરતાથી લઈ રહી છે." તેમણે કહ્યુ કે, વાતચીતનો અધૂરો ઑડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ તેમણે આગ્રાહ કર્યો કે આખો ઑડિયો જાહેર કરવામાં આવે.

    આ પણ વાંચો: પાલનપુર: ભેંસ જોવાના બહાને વ્યક્તિને ઘર બહાર બોલાવી કર્યું ફાયરિંગ, ઇનોવા કારમાં આવ્યા હતા શખ્સો

    આ ઑડિયો લીક થયા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા રાજીવ બેનર્જીએ કહ્યુ કે, પ્રશાંત કિશોરની રણનીતિ બંગાળમાં કામ નહીં કરે. તેમની રણનીતિ નિષ્ફળ રહી છે. TMC અહીં ખતમ થઈ ગઈ છે. બંગાળમાં ફક્ત નરેન્દ્ર મોદીની રણનીતિ કામ કરશે. ભારતીય જનતા પાર્ટીના બીજા એક નેતા લોકેટ ચેટરજીએ કહ્યું કે, પ્રશાંત કિશોર જાણે છે કે મોદી સર્વશ્રેષ્ટ છે અને તેમના નેતૃત્વમાં 'સોનાર બાંગ્લા' બનાવવામાં આવશે. લોકોને મૂર્ખ બનાવવા માટે તેઓ ટીએમસી સાથે જોડાયેલા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Assembly Election 2021, Election 2021, Prashant Kishor, TMC, West bengal, નરેન્દ્ર મોદી, મમતા બેનરજી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन