Home /News /national-international /ઇન્વેસ્ટર્સ સમિટમાં બોલ્યા મોદી, 'જીવનને સરળ બનાવવા માટે છે સરકારી યોજનાઓ'

ઇન્વેસ્ટર્સ સમિટમાં બોલ્યા મોદી, 'જીવનને સરળ બનાવવા માટે છે સરકારી યોજનાઓ'

આસામ સમિટ ખાતે મોદી

આ સમિટમાં રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણી અને ટાટા ગ્રુપના રતન ટાટા પણ સામેલ થયા છે.

આસામમાં શનિવારે રાજ્યના પ્રથમ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન થયું છે. પીએમ મોદીએ 'ધ એડવાન્ટેઝ અસમઃ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે, 'આસામ કેવી રીતે વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે. તમામ લોકોની હાજરીમાં આને જોઈ શકાય છે.'

મોદીએ કહ્યું, 'ભારતના ગ્રોથમાં ત્યારે જ વધારો થશે જ્યારે પૂર્વત્તરમાં રહેતા લોકોનો પણ સમતોલ વિકાસ થાય. છેલ્લા સાડા ત્રણ વર્ષથી કેન્દ્ર સરકાર અને છેલ્લા દોઢ વર્ષથી આસામની સરકારના પ્રયાસોને કારણે હવે પરિણામ દેખાવા લાગ્યું છે. આજે જેટલા મોટા પ્રમાણમાં આવા આયોજનો થઈ રહ્યા છે, તે અંગે ભૂતકાળમાં કોઈ વિચારી પણ શકતું ન હતું.'



'ધ એડવાન્ટેઝ અસમઃ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018'નું મુખ્ય લક્ષ્ય આસામ રાજ્યમાં રહેલી વિવિધ વિકાસની તકો તેમજ રાજ્ય સરકારની વિવિધ નીતિઓમાં સુધારા કરીને રોકાણકારોને એક પ્લેટફોર્મ પૂરુ પાડવાનું છે. ત્રીજી અને ચોથી ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહેલા આ સમિટમાં આસામમાં હાલમાં થઈ રહેલી નિકાસ અને રાજ્યમાં ઉત્પાદનને લઈને રહેલી વિવિધ તકો અંગે જણાવવામાં આવશે.

આ સમિટમાં રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણી અને ટાટા ગ્રુપના રતન ટાટા પણ સામેલ થયા છે. ભૂટાનના પીએમ શેરિંગ તોબ્ગે પણ આ સમિટમાં હાજર છે.
First published:

Tags: Global Investors' Summit, આસામ, નરેન્દ્ર મોદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો