Home /News /national-international /

સીમા વિવાદ વચ્ચે મોદી સરકારનું મોટું પગલું, ચીનમાંથી આયાત ઓછી કરવા માટે PMOએ માંગી વસ્તુઓની યાદી

સીમા વિવાદ વચ્ચે મોદી સરકારનું મોટું પગલું, ચીનમાંથી આયાત ઓછી કરવા માટે PMOએ માંગી વસ્તુઓની યાદી

મોદી સરકારે દેશની આત્મનિર્ભરતા વધારવા માટે અને આયાત ઓછી કરવા માટે ચીનથી જે સસ્તી ગુણવત્તાવાળા સામાન આવે છે તેનું લિસ્ટ તૈયાર કરવાનું કહ્યું છે. મીડિયા સુત્રોથી મળેલી જાણકારી મુજબ વડાપ્રધાન કાર્યલયમાં હાલ એક ઉચ્ચસ્તરીય બેઠકમાં ચીન પર આયાત નિર્ભરતા ઓછી કરવા અને આત્મ નિર્ભર ભારતને વધારવા માટેના કેટલાક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં અનેક મંત્રાલયના શીર્ષ અધિકારીઓએ ભાગ લીધો. ઉદ્યોગ અને આંતરિક વેપારને વધારતા વિભાગ (DPIIT)એ ઓછી ગુણવત્તાવાળા ચીની આયાત માટે નીતિગત ઉપાયો પર કામ કરી રહ્યું છે જેમાં ઘડી. સિગરેટ જેવી આઇટમો પણ સામેલ છે.

ભારત, ચીનથી લગભગ 14 ટકા આયાત કરે છે. ચીન ભારત માટે સેલફોન, દૂરસંચાર, વીજળી, પ્લાસ્ટિકના રમકડા અને મહત્વપૂર્ણ ફાર્માસ્યુટિકલ જેવા ક્ષેત્રો માટે એક પ્રમુખ આપૂર્તિકર્તા છે.

  નવી દિલ્હીઃ લદ્દાખની (Ladakh) ગલવાન ઘાટીમાં (Galwan Valley) ભારત અને ચીન (India-China) વચ્ચે ચાલું તણાવ દરમિયાન સરકારે ચીનથી આવાત થનારા વસ્તુઓની યાદી મંગાવી છે. સાથે જ સરકારને સસ્તા આયાતોના ઉત્પાદ-વાર વિવરણ, ઘરેલુ કિંમતોની તુલના અને કરની ક્ષતી, વિશેષ રૂપથી ચીનથી ઓછી ગુણવત્તાવાળા ઈનબાઉન્ડ શિપમેન્ટ ઉપર અંકુશ લગાવવા માટે સ્થાનિક વિનિર્માણને પ્રત્સાહન આપવા માટે સૂચના આપી છે. સુત્રોએ રવિવારે આ જાણકારી આપી છે. વડાપ્રધાન કાર્યાસયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ થઈ હતી.

  ચીનથી આયાત ઓછી કરવા અને તેના ઉપર અંકુશ લગાવવા માટે કવાયત બંને દેશોની વચ્ચેની સીમા ઉપર તણાવને ધ્યાનમાં રાખે છે. જેના કારણે ચીનથી મંગાવવામાં આવનારી વસ્તુઓનો બહિષ્કારની માંગ વધી રહી છે. ભારત, ચીનથી લગભગ 14 ટકા આયાત કરે છે. ચીન ભારત માટે સેલફોન, દૂરસંચાર, વીજળી, પ્લાસ્ટિકના રમકડા અને મહત્વપૂર્ણ ફાર્માસ્યુટિકલ જેવા ક્ષેત્રો માટે એક પ્રમુખ આપૂર્તિકર્તા છે.

  આ પણ વાંચોઃ-કોવિડ-19થી લોકોનું જીવન બચાવીને દુનિયાના મુખ્ય દાનવીરોમાં સામેલ થયા નીતા અંબાણી

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉદ્યોગોને ચીનથી આયાતી કેટલીક વસ્તુઓ અને કાચા માલ ઉપર ટિપ્પણી અને સૂચનો મોકલવાનું કહ્યું છે. જેમાં કાંડા ઘડિયાળ, દિવાલ ઘડિયાલ, ઈન્જેક્શનની શીશી, કાંચની વસ્તુઓ, ટ્યૂબ, હેર ક્રીમ, હેર સેમ્પૂ, ફેસ પાઉડર, આંખો અને હોટોના મેકલના સામાન, પ્રિન્ટિંગ માટે શાહી, પેન્ટ અને વોર્નિશ વગેરેનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ હોસ્પિટલની બેદરકારીએ કોરોના દર્દીનો ભોગ લીધો, AMCએ 32 હોદ્દેદારોનેને ફટકારી નોટિસ

  અન્ય વિવરણોમાં 2014-15 અને 2018-19 વચ્ચે આયાત વૃદ્ધિ ડેટા, સ્થાનિક સામાનોની સ્થાનિક કિંમતો જે અહીં બનાવવામાં આવે છે. સ્થાનિક ક્ષમતા, મુક્ત વ્યાપાર કરાર અંતર્ગત આયાતનો સમાવેશ છે.

  ચીનના એફડીઆઈને રોકવા માટે સરકારે ઉઠાવ્યું આ પગલું
  ઉદ્યોગના એક સૂત્ર પ્રમાણે તે એ બધા જ પ્રોડક્ટ ઉપર પોતાના વિચાર તૈયાર કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયને મોકલશે. સરકારે તાજેતરમાં ટાયર ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. જ્યારે કોવિડ-19 મહામારી બાદ સ્થાનિક કંપનીઓને અવસરવાદી અધિગ્રહણ ઉપર અંકુશ લગાવવા માટે ભારતની સાથે જમીની સીમાથી જોડતા દેશોથી વિદેશી રોકાણ માટે પોતાની પૂર્વ સ્વીકૃતિ અનિવાર્ય કરી દીધી છે. આ નિર્ણય ચીનથી એફડીઆઈને પ્રતિબંધિત કરશે. એપ્રિલ 2019 ફેબ્રુઆરી 2020 દરમિયાન ભારતે 62.4 બિલિયન અમેરિકી ડોલરના સામાનની આયાત કરી હતી. જ્યારે ચીનની એજ અવધીમાં 15.5 બિલિયન અમેરિકી ડોલરનું નિકાશ કરવામાં આવ્યું છે.

  આ પણ વાંચોઃ-ગુજરાત બાદ હવે ભૂકંપથી ધ્રૂજ્યું નોર્થ ઈસ્ટ, મિઝોરમમાં 5.1 તીવ્રતાનો શક્તિશાળી આંચકો અનુભવાયો

  ચીનથી ભારતમાં આવે છે આ સામાનો
  ચીનમાંથી આયાત કરવામાં આવતા મુખ્ય સામાનોમાં કાંડા ઘડિયાળ અને દિવાલ ઘડિયાળ, સંગીત વાદ્યયંત્ર, રમકડાં, રમત-ગમતના સામાનો, ગાદલા, પ્લાસ્ટિક, વીજળીના ઉપકરણો, રસાયણ, લોખંડ, ઈસ્પાતની વસ્તુઓ, ખાતર, ખનિજ ઈંધણ અને ધાતુઓ શામેલ છે. ભારતે ચીનની સાથે વ્યાપક વ્યાપાર ઘાટા ઉપર સમય સમય ઉપર ચિંતા વ્યક્ત કરી છે જે એપ્રિલ-ફેબ્રુઆરી 2019-20 દરમિયાન લગભગ 47 બિલય અમેરિકી ડોલર હતું.
  Published by:ankit patel
  First published:

  Tags: Ladakh

  આગામી સમાચાર