નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની પ્રથમ વેક્સીન (Corona Vaccine)ની રાહ જોવામાં આવી રહી છે. વેક્સીનની જાહેરાત બાદ તેની મોટા પ્રમાણમાં જરૂરિયાત રહેશે. સરકારને આશંકા છે કે વેક્સીન બાદ તેની અમુક આડઅસર પણ જોવા મળી શકે છે. આથી કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને આની સામે લડવા માટે જિલ્લા સ્તર પર તૈયારી કરી રાખવાની સૂચના આપી છે. ગત અઠવાડિયે રાજ્ય સરકારોને મોકલવામાં આવેલા પત્રમાં રાજ્ય સરકારોને તૈયાર કરવા માટે લગભગ ડઝન જેટલી જરૂરિયાતોની સાથે સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ-19 (Covid-19)ની રસીની આડઅસર સામે લડવા માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે.
દેશમાં રસીકરણની તૈયારી
CNBC TV18ના જણાવ્યા પ્રમાણે આ પત્ર 18 નવેમ્બરના રોજ કેન્દ્ર સરકાર તરફથી લખવામાં આવ્યો છે. આ પત્ર રસીકરણ માટે વ્યવસ્થિત માળખું તૈયાર કરવા સંદર્ભમાં હતો. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રસીકરણ બહુ ઝડપથી શરૂ થઈ જશે. આથી જ કેન્દ્ર સરકારા રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ-19ની રસીની આડઅસર અંગે તંત્રને મજબૂત બનાવવા માટે સૂચના આપી છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એડિશનલ સચિવ ડૉક્ટર મનોહર અગનાનીએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલેલા પત્રમાં લખ્યું છે કે, "તમને એ વાત માલુમ હશે કે રાજ્યો તેમજ જિલ્લાઓમાં કોવિડ-19ના રસીકરણની તૈયારી ચાલી રહી છે."
આ પણ વાંચો:
CNBC-TV18ના જણાવ્યા પ્રમાણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "રસીકરણની સુરક્ષામાં વિશ્વાસ જળવાય રહે તે માટે કોવિડ-19 રસીકરણ બાદ તેની અસર પર પગલાં લેવાની જરૂરિયાત છે." મંત્રાલય તરફથી આ માટે ઉપાયોની માહિતી આપતા કહ્યુ છે કે એડવર્સ ઇવેન્ટ્સ ફૉલોઇંગ ઇમ્યૂનાઇઝેશન (AEFI) સર્વિલાન્સ સિસ્ટમને વધારે મજબૂત કરવાની જરૂરિયાત છે, જેનાથી કોવિડ-19ના રસીકરણ સમયે AEFI રિપોર્ટિંગ શક્ય બને.
આ પણ જુઓ-
કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે તે આખા દેશમાં 300 મેડિકલ કૉલેજ અને અન્ય હૉસ્પિટલોમાં પ્રતિકૂળ કેસમાં લોકોના રસીકરણ પછી ઊભી થતી આડઅસર સામે લડવા માટે સામેલ કરો. આ ઉપરાંત રાજ્યોમાં ન્યૂરોલૉજિસ્ટ, કાર્ડિયોલૉજિસ્ટ, ફેંફસા નિષ્ણાત, પ્રસૂતિ, સ્ત્રી રોગ નિષ્ણાત અને બાળ રોગ નિષ્ણાતોને રસીકરણ બાદ તેની અડાઅસર સામે લડવા માટે તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:November 24, 2020, 10:28 am