નોકરીમાં ઉછાળો દર્શાવવા નવો રોજગારી સર્વે તૈયાર થશે: PMના આર્થિક સલાહકાર

News18 Gujarati
Updated: February 1, 2019, 3:52 PM IST
નોકરીમાં ઉછાળો દર્શાવવા નવો રોજગારી સર્વે તૈયાર થશે: PMના આર્થિક સલાહકાર
વડા પ્રધાનના આર્થિક સલાહકાર બિબેક દેબરોયની તસવીર

નેશનલ સેમ્પલ સરવે દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલ અંતર્ગત વર્ષ 2017-18માં બરોજગારીનો દર પાછલા 45 વર્ષોનો સૌથી વધુ 6.1 ટકા રહ્યો હતો.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: નેશનલ સેમ્પલ સરવે ઑફિસના લેબર ફોર્સ સરવેના અહેવાલ લીક થયાના બીજા દિવસે વડા પ્રધાનના આર્થિક સલાહકાર બિબેક દેબરોયે નિવેદન આપ્યું છે કે સરકાર નવો અહેવાલ તૈયાર કરશે. અખબાર બિઝનેસ સ્ટાન્ડર્ડ દ્વારા પ્રકાશિત કરાયેલા અહેવાલ મુજબ એવો દાવો કરાયો હતો કે વર્ષ 2017-18માં આ સરવે મુજબ પાછલા 45 વર્ષનો સૌથી ઊંચો બેરોજગારી દર રહ્યો હતો.

દેશમાં આ સરવે મુજબ ગત વર્ષે 6.1 ટકાના દરે બરોજગારી હતી. આ સરવેના અહેવાલોએ વિવાદ જગાવ્યો ત્યાર બાદ વડા પ્રધાનના આર્થિક સલાહકારનું આ નિવેદન સૂચક છે.

આ પણ વાંચો : ચૂંટણી પહેલા મોદી સરકારે વચગાળાનાં બજેટમાં કરી આ 10 મહત્વની જાહેરાતો

બિબેક દેબરોયે જણાવ્યું હતું કે નવા સરવેમાં જાણવા મળશે કે નોકરીની તકોમાં કેટલો ઊછાળો જોવા મળ્યો છે. તેમણે કહ્યું, “ લોકોને એ જણાવવું જરૂરી છે કે મોદી સરકારે રોજગારીની તકો વધારવામાં મોદી સરકારનો ફાળો કેટલો હોય છે. રોજગારી સર્જવામાં મોટો હિસ્સો રાજ્યોનો હોય છે, જ્યારે કેન્દ્ર સરકારનો હિસ્સો સિમિત હોય છે. પરંતુ કેન્દ્ર સરકાર રોજગારીની તકો સર્જવા માટે વાતાવરણ ઊભું કરી શકે છે. સરકારે નોકરીઓની સાથે સ્વયં રોજગારને પ્રોત્સાહન આપવા માટે હકારત્મક વાતાવરણ સર્જ્યુ છે.”

લીક થયેલા અહેવાલ બાદ દેશમાં રાજકીય માહઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ દેશમાં થયેલા આ પ્રકારના પ્રથમ સરવેમાં બરોજગારીનો આટલો મોટો આંક બહાર આવતા સરકાની સ્થિતિ કફોડી થઈ છે. આ સરવે જુલાઈ 2017- જુન 2018ની વચ્ચે થયો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
First published: February 1, 2019, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading