રાફેલ ડીલ પહેલા સરકારે હટાવી હતી ભ્રષ્ટાચાર વિરોધી કલમો: રિપોર્ટ

News18 Gujarati
Updated: February 11, 2019, 4:07 PM IST
રાફેલ ડીલ પહેલા સરકારે હટાવી હતી ભ્રષ્ટાચાર વિરોધી કલમો: રિપોર્ટ
રાફેલ ફાઇટર જેટનો ફાઇલ ફોટો

ત્રણ અધિકારીઓએ આ જોગવાઈઓ હટાવવા પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો, પણ તેમના વાંધોઓને ગણકારવામાં આવ્યા નહોતા

  • Share this:
ફ્રાન્સની સાથે 36 રાફેલ જેટ ખરીદવાની ડીલના થોડા દિવસ પહેલા કેન્દ્ર સરકારે એસ્ક્રો એકાઉન્ટ દ્વારા પેમેન્ટને લઈને નાણાકીય સલાહકારોની ભલામણની સાથે જ ભ્રષ્ટાચારના મામલામાં દંડ જેવી કડક જોગવાઈઓ હટાવી લીધી હતી. અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ'એ પોતાના હાલના રિપોર્ટમાં આ જાણકારી આપી છે.

આ પહેલા આ અખબારે રક્ષા મંત્રાલયને મોકલેલી એક નોટના હવાલાથી જણાવ્યું હતું કે રાફેલ ડીલને લઈને વાતચીતમાં વડાપ્રધાન કાર્યાલય દખલ કરી રહ્યું હતું અને તેની પર રક્ષા મંત્રાલયના અધિકારીઓએ વાધો વ્યક્ત કર્યો હતો.

અખબારે પોતાના તાજા રિપોર્ટમાં કહ્યું છે કે ઉચ્ચ સ્તરીય રાજકીય હસ્તક્ષેપના કારણે ભારત સરકારે સપ્લાય પ્રોટોકોલના માપદંડ ડિફેન્સ પ્રોક્યુરમેન્ટ પોલિસી (ડીપીપી)ની તે કલમોને હટાવી લીધી હતી, જે હેઠળ 'અનૂચિત પ્રભાવ અને દલાલો તથા એજન્સીઓના ઉપયોગ પર દંડ કરવા'ની જોગવાઈ હતી. તેની સાથે 'દસો એવિએશન તથા એમબીડીએ ફ્રાન્સની કંપની ખાતાઓમાં પહોંચનો અધિકાર' આપવાની જોગવાઈઓને પણ હટાવી લેવામાં આવી.

આ પણ વાંચો, રાહુલના નામે રાજ્યવર્ધન રાઠોડનો સંદેશ: આપણા સૈનિકો પૈસા માટે કામ નથી કરતા

ઉલ્લેખનીય છે કે દસો રાફેલ પ્લનની સપ્લાયર છે, જ્યારે એમબીડીએ ફ્રાન્સ ભારતીય વાયસેનાને હથિયારોનું સપ્લાયર છે.

અખબારના અહેવાલ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટની સુરક્ષા કમિટીએ 24 ઓગસ્ટ 2016ના રોજ આ ડીલ સાથે સંકળાયેલા દસ્તાવેજોને મંજૂરી આપી હતી, ત્યારબાદ તત્કાલીન રક્ષા મંત્રી મનોહર પારિકરની અધ્યક્ષતાવાળી રક્ષા ખરીદ પરિષદ (ડીસીએ)ની સપ્ટેમ્બર 2016માં થયેલી બેઠકમાં આ જોગવાઈઓને હટાવી લેવામાં આવી.આ રિપોર્ટની સાથે જ જણાવવામાં આવ્યું છે કે ફ્રાન્સની સાથે આ સોદા માટે વાતચીત કરી રહેલી ટીમમાં સામેલ ત્રણ અધિકારીઓ એમપી સિંહ, એઆર સુલે, રાજીવ વર્માએ આ જોગવાઈઓ હટાવવા પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો, તેમના વાંધોઓને ગણકારવામાં આવ્યા નહોતા.
First published: February 11, 2019, 11:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading