Home /News /national-international /મોદી સરકાર તામિલ લોકોનું સન્માન કરે છેઃ ઇલાઇરાજા

મોદી સરકાર તામિલ લોકોનું સન્માન કરે છેઃ ઇલાઇરાજા

ઇલાઇરાજા (ફાઈલ તસવીર)

2010માં ઇલાઇરાજાને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરકારે ગુરુવારે પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એવોર્ડ્સની જાહેરાત કરી હતી.

    જાણીતા દક્ષિણ ભારતીય સંગીતકાર ઇલાઇરાજાની પદ્મ વિભૂષણ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ માટેની જાહેરાત 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ કરવામાં આવી હતી. આ ઉપરાંત જે બે લોકોને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી તેમાં ભારતીય શાસ્ત્રીય સંગીતકાર ગુલામ મુસ્તફા ખાન અને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પોતાનું પ્રદાન આપનાર શ્રી પરમેશ્વરનનો સમાવેશ થાય છે.

    એવોર્ડની જાહેરાત બાદ તરત જ ઇલાઇરાજાએ પત્રકારોને સંબોધન કરતા કહ્યું કે, આ પુરસ્કાર બતાવે છે કે મોદી સરકારના મનમાં તામિલનાડુ અને અહીંના લોકો માટે સન્માન છે. તેમણે જણાવ્યું કે, માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ સ્તરના અધિકારીએ તેમને ફોન કરીને એવોર્ડ માટે પસંદગ કરાયાની જાણકારી આપી હતી.

    74 વર્ષીય ઇલાઇરાજાને લોક સંગીત અને પાશ્ચાત્ય સંગીતનો સમન્વય કરીને દક્ષિણ ભારતીય સંગીતના મૂળ પ્રવાહમાં લાવવાનો શ્રેય આપવામાં આવે છે.

    2010માં ઇલાઇરાજાને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરકારે ગુરુવારે પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એવોર્ડ્સની જાહેરાત કરી હતી.

    સામાન્ય લોકોના સન્માનના પોતાના વચનને પૂરું કરતા સરકારે એ લોકોની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરી જેમણે ગરીબોની સેવા કરી, સ્કૂલોની સ્થાપના કરી, કે પછી આદિવાસી કળાને આગળ લઈ જવા માટે મદદ કરી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Padma awards

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन