Home /News /national-international /

ભારતમાં સહકારી ક્ષેત્રની અસર કેટલી? મોદી સરકારનું સહકાર મંત્રાલય શું ભૂમિકા ભજવશે?

ભારતમાં સહકારી ક્ષેત્રની અસર કેટલી? મોદી સરકારનું સહકાર મંત્રાલય શું ભૂમિકા ભજવશે?

(તસવીર shutterstock))

મોદી સરકારે કેબિનેટને વિસ્તરણ સાથે સહકાર મંત્રાલય પણ ઉભું કર્યું છે. વર્તમાન સમયે આ મંત્રાલયની જવાબદારી ગૃહમંત્રી અમિત શાહને સોંપવામા આવી છે

મોદી સરકારે કેબિનેટને વિસ્તરણ સાથે સહકાર મંત્રાલય પણ ઉભું કર્યું છે. વર્તમાન સમયે આ મંત્રાલયની જવાબદારી ગૃહમંત્રી અમિત શાહને સોંપવામા આવી છે. મંત્રીમંડળના વિસ્તરણમાં પહેલા જ નવું મંત્રાલય બનાવવાની જાહેરાત કરી દેવાઈ હતી. ભારતમાં સહકારી ક્ષેત્રનો પોતાનો અલાયદો ઇતિહાસ રહ્યો છે. સહકારિતા ક્ષેત્રના કારણે દેશને ઘણા કદાવર નેતા મળ્યા છે. સહકારી ક્ષેત્રમાં થયેલા આંદોલનોએ રાજકારણને પ્રભાવિત કર્યું છે. નવી દિશા આપી છે. આવી સ્થિતિમાં નવા સહકાર મંત્રાલયનું કામ શું હશે? તે જાણવું જરૂરી છે.

આ મંત્રાલયનો હેતુ શું?

આ મંત્રાલય સહકારી સમિતિઓના હિતોની દેખરેખ અને તેમના વિકાસ માટે કામ કરશે. મંત્રાલયને અલાયદું વહીવટી, કાયદાકીય અને નીતિ માળખું આપવામાં આવશે. જેથી દેશમાં સહકારી આંદોલનને મજબૂતી આપી શકાય. સરકારનું કહેવું છે કે, આ મંત્રાલય સહકાર દ્વારા સમૃદ્ધિના વિઝન સાથે બનાવવામાં આવ્યું છે.

સહકારી એટલે શું?

આંતરરાષ્ટ્રીય કો-ઓપરેટીવ ગઠબંધનના મત મુજબ કો-ઓપરેટીવ એ લોકો કેન્દ્રિત એન્ટરપ્રાઇઝ છે. જે તેના સભ્યો દ્વારા ચલાવવામાં આવે છે અને તેઓ જ તેના માલિકી હોય છે. તેઓના સમાન સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો અને લક્ષ્યો હોય છે.

આ પણ વાંચો - રાજ્યમાં 15મી જુલાઈથી ધો-12ની સ્કૂલો, કોલેજો 50% કેપિસિટી સાથે શરૂ કરી શકાશે

સહકારી મંડળીનું નિર્માણ કઈ રીતે કરી શકાય?

ભારતમાં 1912ના સહકારી સમિતિ અધિનિયમ હેઠળ સહકારી મંડળીની રચના થઈ શકે છે. જેમાં ઓછામાં ઓછા 10 પુખ્ત વ્યક્તિની જરૂર હોય છે. જેઓ સરખા આર્થિક હેતુ માટે કરાર કરી શકે છે. આમાં ખેતીવાડી, મધ્યમ અને નાના ઉદ્યોગો સામેલ છે. સહકારી મંડળીઓનો ભારતમાં લાંબો ઇતિહાસ છે.

આઝાદી બાદ સહકારી ક્ષેત્રે જોર પકડ્યું

ભારતમાં આઝાદી બાદ સહકારી ક્ષેત્રે જોર પકડ્યું હતું. આઝાદીથી જ ગાંધીજીના સિદ્ધાંતો અને આદર્શો હેઠળ ભારત સરકારે સહકારી ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યું છે. પહેલા વડાપ્રધાન નહેરુએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, તેમનો ઉદ્દેશ્ય દેશભરમાં સહકારિતા આંદોલનને ફેલાવવાનો છે. તેઓ તેને દેશની મૂળ ગતિવિધિના દરજ્જા સુધી લઈ જવા માંગતા હતા. દરેક ગામમાં સહકારિતા હોય તેવી તેમની ઇચ્છા હતી. 1958માં નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા સહકારી બજાર મંડળીઓ સ્થાપવા માટે સહકારી મંડળની રાષ્ટ્રીય નીતિની ભલામણ કરી હતી. વિવિધ કાયદાની મડાગાંઠ સર્જાય નહિ તે માટે 1984માં મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો.

સહકારી દિવસ

વર્ષ 2002માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયની NDA સરકારે સહકારિતાના વિકાસ અને પ્રોત્સાહન માટે રાષ્ટ્રીય નીતિની જાહેરાત કરી હતી. ત્યારબાદ વર્તમાન સરકારે તે માટે અલાયદુ મંત્રાલય જ બનાવી નાખ્યું છે. આઝાદી બાદ ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં સહકારિતાની ભૂમિકા 9 ગણી વધી ગઈ છે. તેમાં કૃષિ સાથે બેન્કિંગ અને ગૃહ ક્ષેત્ર સૌથી વધુ ફેલાયા છે.

સહકારીતાના ટોચના દાખલાઓ

દેશમાં સહકારી ક્ષેત્રનું સૌથી ઉત્તમ ઉદાહરણ અમૂલ છે. જે ભારતીય ડેરી સહકારી મંડળી છે અને ગુજરાત કોઓપેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા સંચાલિત છે. ગુજરાતના 3.6 કરોડ દૂધ ઉત્પાદકો તેના માલિક છે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન સહકારી પણ યોગ્ય ઉદાહરણ છે. શરદ પવાર અહીંના જ સહકારી આંદોલનમાંથી મોટા નેતા તરીકે સામે આવ્યા હતા.

ભારતમાં સહકારિતા હવે મોટું નાણાકીય સેક્ટર થઈ ગયું છે. દેશભરમાં શાકભાજી, ફળ સહિતના કૃષિ ઉત્પાદનોમાં વેચાણમાં સહકારી ક્ષેત્રનો ફાળો મોટો છે. જેના થકી કૃષિ પેદાશોનું વેચાણ દૂર દૂર થાય છે. આ સાથે જ ગૃહ નિર્માણ ક્ષેત્રમાં પણ સહકારીતાનો ફાળો નોંધનીય રીતે વધ્યો છે.
First published:

Tags: Ministry, Modi govt, Overnment, અમિત શાહ, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन