'સર્જિકલ સ્ટ્રાઇક યૂનિટ' રચવાની તૈયારીમાં મોદી સરકાર, ત્રણેય સેનાના જાંબાઝ જવાન થશે સામેલ

પ્રતીકાત્મક તસવીર

સર્જિકલ સ્ટ્રાઇક ફોર્સ દુશ્મન દેશમાં ઘૂસીને ખૂબ જ ઓછા સમયમાં વધુથી વધુ નુકસાન પહોંચાડવામાં સક્ષમ હશે

  • Share this:
    મોદી સરકાર દુશ્મન દેશોની અંદર ઘૂસીને હુમલો કરવામાં સક્ષમ સ્પેશલ સર્જિકલ સ્ટ્રાઇક ફોર્સ તૈયાર કરવાની યોજના બનાવી રહ્યું છે. જેમાં સશસ્ત્ર દળના ત્રણ અંગો (આર્મી, એરફોર્સ અને નેવી)ના જવાન હશે. એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇક ફોર્સ દુશ્મન દેશમાં ઘૂસીને ખૂબ જ ઓછા સમયમાં વધુથી વધુ નુકસાન પહોંચાડવામાં સક્ષમ હશે. હુમલાને પાર પાડ્યા બાદ વિશેષ યુનિટમાં સામેલ જવાન જેટલા જલ્દી શક્ય હોય યુદ્ધ મેદાનને છોડીને પરત આવી જશે.

    આ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇક ફોર્સ સપ્ટેમ્બર 2016ની જેમ અચાનક સ્ટ્રાઇક કરશે. બે વર્ષ પહેલા થયેલી સર્જિકલ સ્ટ્રાઇકમાં સ્પેશલ ફોર્સના જવાનોએ પાકિસ્તાનની સીમામાં ઘૂસી આતંકીઓના 7 ઠેકાણાને ધ્વસ્ત કરી દીધા હતા. સિનિયર અધિકારીએ એનડીટીવીને જણાવ્યું કે, સરકાર અપેક્ષાકૃત વધુ ક્ષમતાવાળી સૈન્ય યુનિટની જરૂર અનુભવી રહ્યું છે, જેમાં સેનાના ત્રણેય અંગોના ઉત્તમ કમાન્ડો સામેલ હોય.

    સર્જિકલ સ્ટ્રાઇક ફોર્સ તૈયાર કરવાની યોજના પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ યૂનિટમાં ગરુડ (એરફોર્સ), માર્કોસ (નેવી) અને પારસ (આર્મી)ના પસંદગીના કમાન્ડો સામેલ થશે. સપ્ટેમ્બર 2016માં આર્મીના પારસ યૂનિટના કમાન્ડોને અમેરિકન નેવી સીલની જેમ ટ્રેન કરવામાં આવશે.

    આ પણ વાંચો, સર્જિકલ સ્ટ્રાઇક: રાહુલના દાવા પર રાજનાથનો સવાલ- કોંગ્રેસે કેમ છૂપાવ્યું સેનાનું પરાક્રમ?

    સર્જિકલ સ્ટ્રાઇક ફોર્સની કમાન સેનાની પાસે હશે. નવું યૂનિટ સેનાધ્યક્ષના અંતર્ગત કામ કરશે. યૂનિટને બે ભાગમાં વહેંચવામાં આવશે. પ્લાનિંગ અને એસોલ્ટ. પ્લાનિંગ હેઠળ વિભિન્ન પાસાઓને ધ્યાનમાં રાખતા ટાર્ગેટને નષ્ટ કરવાની યોજના બનાવવામાં આવશે, જ્યારે એસોલ્ટ ડિપાર્ટમેન્ટમાં સામેલ જવાન યોજનાઓનું અમલ કરશે. પ્લાનિંગ ગ્રુપ માટે 96 અને એસોલ્ટ ગ્રુપ માટે 124 સભ્યોની પસંદગી કરવામાં આવી ચૂકી છે.

    રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક ફોર્સના ગઠન કરવાનો વિચાર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવાલે કરી છે. આ અધિકારીનું માનીએ તો હવાથી લઈને દરિયા સુધી રોજેરોજ પડકારો વધી રહ્યા છે. એવામાં ભવિષ્યમાં આ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે વિશેષ યૂનિટ તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી. આ બાબતે કેબિનેટ કમિટીને નોંધ પણ મોકલવામાં આવી છે. સર્જિકલ સ્ટ્રાઇક યૂનિટ માટે અલગથી બજેટની પણ જોગવાઈ કરવામાં આવી છે.
    Published by:Mrunal Bhojak
    First published: