Afghanistan Crisis: અફઘાનિસ્તાન મામલે શું હશે ભારતનું પગલું? કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક

અફઘાનિસ્તાન પર તાલિબાનાન કબજાએ મુશ્કેલી વધારી. (ફાઇલ તસવીર)

Afghanistan Latest News: અફઘાનિસ્તાન સંકટ પર કેન્દ્ર સરકારે 26 ઓગસ્ટે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

  • Share this:
    નવી દિલ્હી. અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાન (Taliban)ના કબજા બાદ ઊભી થયેલી કપરી સ્થિતિને લઈ વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) સંસદના બંને ગૃહોના નેતાઓને જાણકારી આપશે. વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar)એ આ સંબંધમાં ટ્વીટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ તમામ રાજકીય પાર્ટીઓના ફ્લોર લીડર્સને અફઘાનિસ્તાનની તાજેતરની સ્થિતિ (Afghanistan Latest Situation)ને લઈ સૂચિત કરવાનો આદેશ આપ્યો છે. આ સર્વપક્ષીય બેઠક 26 ઓગસ્ટે સવારે 11 વાગ્યે બોલાવવામાં આવી છે, જેમાં સરકારના અફઘાનિસ્તાનની તાજેતરની સ્થિતિ પર ચર્ચા કરશે અને તાલિબાનને લઈ આગળના પગલાં પર તમામ પાર્ટીઓ સાથે વિચાર-વિમર્શ કરશે.

    અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા (Taliban Captures Afghanistan) બાદ અમેરિકા (USA) , ભારત (India), બ્રિટન (Britain) જેવા અનેક દેશ ત્યાં ફસાયેલા પોતાના નાગરિકોને પ્લેનના માધ્યમથી બહાર કાઢી રહ્યા છે. ભારતે પણ ત્યાં ફસાયેલા ભારતીયને સુરક્ષિત સ્વદેશ લાવવા માટે રોજની બે ફ્લાઇટ કાબુલથી ભારત માટે સંચાલિત કરવાનો નિર્ણય લીધો છે. ભારતે એ વાતનું પણ આશ્વાસન આપ્યું છે કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા હિન્દુ અને શીખો ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને પણ મદદ કરશે.



    વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વીટમાં કહ્યું કે, અફઘાનિસ્તાની સ્થિતિને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રાલયને નિર્દેશ આપ્યા છે કે તેઓ આ સંબંધમાં તમામ પાર્ટીઓના ફ્લોર લીડર્સને જાણકારી આપે. સંસદીય કાર્યમંત્રી આ વિશે સમગ્ર જાણકારી આપશે.

    જોકે, આ મામલામાં કોંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સવાલ ઊભા કર્યા છે. તેમણે ટ્વીટર પર એસ. જયશંકરની પોસ્ટ પર સવાલ કરીને પૂછ્યું કે પીએમ મોદી આ મુદ્દે કેમ કંઈ નહીં બોલે.

    આ પણ વાંચો, Kabul to Delhi: કાબુલથી હેમખેમ દિલ્હી પહોંચતા 146 ભારતીયોએ લીધો રાહતનો શ્વાસ

    બીજી તરફ, અફઘાનિસ્તાનથી સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા 146 ભારતીય નાગરિકો કતારની રાજધાની દોહાથી ચાર અલગ-અલગ પ્લેનમાં બેસી સોમવારે ભારતપહોંચ્યા. આ નાગરીકોને અમેરિકા અને નાટોના પ્લેનની મદદથી છેલ્લા કેટલાક દિવસોમાં કાબુલથી દોહા લઈ જવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો, Afghanistan Latest News: પંજશીરના ફાઇટરોએ 300 તાલિબાનીને ઢાળી દીધા, Ahmad Massoudનો સરેન્ડરથી ઇન્કાર

    મામલાથી સંબંધિત જાણકારી રાખનારા લોકોએ જણાવ્યું કે, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ તણાવગ્રસ્ત દેશમાં ફસાયેલા પોતાના નાગરિકો અને અફઘાન ભાગીદારોને બહાર કાઢવા માટે ભારતના અભિયાન હેઠળ અનેક લોકોને દિલ્હી લાવવામાં આવ્યા. કાબુલથી એરલિફ્ટ અભિયાન શરૂ કર્યા બાદ દોહાથી ભારત લાવવામાં આવેલા ભારતીયોનું બીજું સમૂહ છે. આ પહેલા રવિવારે દોહાથી એક વિશેષ પ્લેનથી 135 ભારતીય દિલ્હી પહોંચ્યા હતા.
    Published by:Mrunal Bhojak
    First published: