'મંદિર બનાવવા માટે રામ જન્મભૂમિ ન્યાસને આપવામાં આવે જમીનનો હિસ્સો'

News18 Gujarati
Updated: January 29, 2019, 12:36 PM IST
'મંદિર બનાવવા માટે રામ જન્મભૂમિ ન્યાસને આપવામાં આવે જમીનનો હિસ્સો'
પ્રતીકાત્મક તસવીર

સરકારે કહ્યું છે કે અયોધ્યામાં માત્ર 2.77 એકર જમીન પર વિવાદ છે અને બાકી જમીન પર કોઈ વિવાદ નથી

  • Share this:
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે અયોધ્યામાં 67 એકર જમીન સરકારની છે. સરકારે કહ્યું છે કે અયોધ્યામાં માત્ર 2.77 એકર જમીન પર વિવાદ છે અને બાકી જમીન પર કોઈ વિવાદ નથી, તેથી જમીનનો કેટલોક હિસ્સો રામ જન્મભૂમિ ન્યાસને આપવામાં આવે.

કેન્દ્ર સરકારે પોતાની પિટિશનમાં કહ્યું છે કે 67 એકર જમીનનું સરકારે અધિગ્રહણ કર્યું હતું, જેની પર સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ રાખવાનો આદેશ આપ્યો છે. સરકારે કહ્યું કે 2.77 એકર વિવાદિત જમીન ઉપરાંત બાકી જમીન પર કોઈ વિવાદ નથી, તેથી તેની પર યથાસ્થિતિ રાખવાની કોઈ જરૂર નથી.

કેન્દ્ર સરકારે આગળ કહ્યું કે અધિગ્રહણ કરવામાં આવેલી 67 એકર જમીનમાં 48 એકર રામ જન્મભૂમિ ન્યાસની છે. તેમાંથી 41 એકર કલ્યાણસિંહ સરકારે 1991માં તેમને આપી હતી. બાકી તેઓએ ખરીદી હતી. બાકીની 19 એકર જમીન સરકારની છે કારણ કે તેના મોટાભાગના માલિકોએ સરકાર પાસેથી વળતર લઈ લીધું છે.

 શું છે મામલો?

બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ સરકારે વિવાદિત માળખાની આસપાસ 67 એકર જમીનનું અધિગ્રહણ કરી લીધું હતું. કોર્ટે આ જમીન પર યથાસ્થિતિ રાખવાનો ચુકાદો આપ્યો હતો. સરકારે જમીનનું અધિગ્રહણ કર્યું હતું જેથી વિવાદિત જમની જ પાર્ટીને મળશે તેને આ જમીન આપી દેવામાં આવશે. સરકાર ઈચ્છે છે કે વિવાદમુક્ત 67 એકર જમીન પર યથાસ્થિતિ રાખવાના ચુકાદાને પરત લઈ લેવામાં આવે.

આ પણ વાંચો, કોર્ટ જવાબદારી અમને આપી દે, 24 કલાકમાં રામ મંદિરનો ઉકેલ લાવી દઈશું: CM યોગી

કેન્દ્રનો તર્ક છે કે વિવાદિત જમીન પર ચુકાદો આવવામાં સમય લાગી રહ્યો છે એવામાં મંદિર ટ્રસ્ટને તેમની જમીન પરત આપી શકાય છે જેથી તેઓ મંદિર નિર્માણ કરી શકે.
Published by: Mrunal Bhojak
First published: January 29, 2019, 11:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading