નવી દિલ્હી. દેશની રાજધાની દિલ્હી (Delhi)માં 9 વર્ષની બાળકી સાથે હેવાનિયત અને હત્યાની ઘટના બાદથી મહિલાઓ અને બાળકોની સુરક્ષાને લઈ ફરી એક વાર સવાલ ઊભા થઈ રહ્યા છે. દોષિતોને કડકમાં કડક સજા અને ઝડપથી ફાંસી આપવાની માંગ પણ વધતી જઈ રહી છે.
આ દરમિયાન કેન્દ્ર સરકાર (Central Government) તરફથી એક મોટું પગલું પણ ભરવામાં આવતા દેશમાં સ્થાપિત તમામ સ્પેશલ પોક્સો કોર્ટ (Special POCSO Court) અને ફાસ્ટ ટ્રેક સ્પેશલ કોર્ટ (Fast Track Special Court)ને 31 માર્ચ, 2023 સુધીમાં કાર્યરત રાખવા માટે મંત્રીમંડલીય નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
દેશમાં વધતા યૌન ઉત્પીડન અને યૌન અપરાધના મામલાઓને તાત્કાલિક નિકાલ લાવવા માટે આ પ્રકારની કોર્ટ્સ ભવિષ્યમાં પણ કાર્યરત રાખવી ખૂબ જરૂરી માનવામાં આવી રહી છે. આ કોર્ટ્સ માટે કેન્દ્ર સરકાર એ 1572.86 કરોડ રૂપિયાની વધારાની રકમને પણ મંજૂર કરી છે જે નિર્ભયા ફંડ (Nirbhaya Fund)ના માધ્યમથી જાહેર કરવામાં આવશે.
નોંધનીય છે કે, દેશમાં મહિલાઓ અને બાળકોની સાથે યૌન અપરાધ અને દુષ્કર્મના વધતા કેસોને ધ્યાને લઈ સ્પેશલ પોક્સો કોર્ટ સહિત ફાસ્ટ ટ્રેક સ્પેશલ કોર્ટ્સ સ્થાપિત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ તમામ કોર્ટોને ભવિષ્યમાં પણ કાર્યરત રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સરકારી જે રાજ્યોમાં આ પ્રકારની કોર્ટ નથી ત્યાં પણ ટૂંક સમયમાં તેની સ્થાપના કરાવવા માંગે છે.
દેશના 31 રાજ્યોમાં યોજનાનો વિસ્તાર કરવાની તૈયારી
આ દરમિયાન જોવા જઈએ તો હાલના સમયમાં વિશેષ પોક્સો કોર્ટ અને ફાસ્ટ ટ્રેક સ્પેશલ કોર્ટ 28 રાજ્યોમાં સ્થાપિત કરવામાં આવી છે. બીજી તરફ, હવે કેન્દ્ર સરકાર તમામ 31 રાજ્યોમાં આ પ્રકારની કોર્ટ સ્થાપિત કરવા માટે યોજના તૈયાર કરી ચૂકી છે. દેશના 31 રાજ્યોમાં આ પ્રકારની કોર્ટ સ્થાપિત કરી શકાશે. આ તમામ રાજ્ય કેન્દ્રની આ યોજનામાં સામેલ થવાને પાત્ર છે. સરકાર આવનારા સમયમાં ઝડપથી 31 રાજ્યોમાં આ યોજનાનો વિસ્તાર કરશે.
તે દેશના અંતરિયાળ વિસ્તારો સહિત સમગ્ર દેશમાં યૌન અપરાધોના અસહાય પીડિતોને સમયબદ્ધ ન્યાય અપાવવા માટે રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારોના પ્રયાસોનં સમર્થન કરી રહ્યું છે. યોજનાના અપેક્ષિત પરિણામ આ પ્રકારે છે...
>> મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા માટે રાષ્ટ્રની પ્રતિબદ્ધતા.
>> દુષ્કર્મ અને પોક્સો અધિનિયમના પેન્ડિંગ મામલાની સંખ્યા ઓછી કરવી.
>> યૌન અપરાધોના પીડિતોને ત્વરિત ન્યાય અપાવવો અને યૌન અપરાધીઓની વિરુદ્ધ એક નિવારકના રૂપમાં કાર્ય કરવું.
>> આ મામલાઓની ઝડપી કોર્ટ પ્રક્રિયા, ન્યાયિક પ્રણાલીમાં પેન્ડિંગ મામલાઓના ભારણને ઓછો કરવો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર