નવી દિલ્હીઃ નાગા શાંતિ વાર્તા (Naga Peace Talks)ને ફરી એક વાર પાટા પર લાવવા માટે મોદી સરકાર (Modi government)એ તૈયારી શરૂ કરી દીધી છે. જોકે, વિદ્રોહી સમૂહો અને કેન્દ્રના વાર્તાકારોની વચ્ચે છેલ્લા અનેક મહિનાઓથી ચાલી રહેલા ગતિરોધ પર વડાપ્રધાન કાર્યાલય (PMO)એ ચિંતા પણ વ્યક્ત કરી છે. આ તમામ ગતિરોધની વચ્ચે પીએમઓ તરફથી ઇન્ટેલિજન્સ બ્યૂરોના નિદેશક અરવિંદ કુમાર અને આઇબીના વિશેષ નિદેશક અક્ષય કુમાર મિશ્રાને નાગા શાંતિ વાર્તાને ફરી શરૂ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અરવિંદ કુમારે જ સરકારને નાગા શાંતિ વાર્તાને ફરી શરૂ કરવાની વાત કહી હતી.
PMO સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા 6 વર્ષમાં આર.એન. રવિ વાર્તાકારના રૂપમાં પોતાના સ્તરથી તમામ નાગા સમૂહો સાથે વાત કરી રહ્યા હતા. જોકે, છેલ્લા 10 મહિનાથી જે રીતે આ કામમાં પ્રગતિ થવી જોઇએ તે જાણે અટકી ગઈ છે. નોંધનીય છેક , આરએન રવીએ હાલમાં જ નાગાલેન્ડમાં ચૂંટાયેલી સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, નાગાલેન્ડ પ્રાકૃતિક સંસાધનથી સંપન્ન ક્ષેત્ર છે. તેને દુર્ભાગ્ય જ કહીશું કે આજે આ ઉત્તર-પૂર્વ ક્ષેત્ર દેશમાં સૌથી ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવેગૌડાએ પણ નાગા સમસ્યાનો ઉકેલ ન આવતાં ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે કેન્દ્ર સરકાર અને એનએસસીએન (આઇએમ)ની વચ્ચે ચાલી રહેલી મંત્રણા ગંભીર સ્થિતિમાં પહોંચી ગઈ છે. આવા નાજુક સમયમાં અવિશ્વાસને બાજમાં મૂકીને વહેલી તકે શાંતિ સમજૂતીને અંજામ સુધી પહોંચાડવામાં આવે.
જોકે, નાગા શાંતિ વાર્તાના મુદ્દે કેન્દ્ર સરકારે પાછળ હટવાનો ઇન્કાર કરી દીધો છે. આ સમગ્ર મામલા પર નજર રાખી રહેલા એક અધિકારીએ જણાવ્યું કે સરકારને ધમકી ન આપી શકાય. છેલ્લા 11 મહિનામાં આરએન રવિ અને વિભિન્ન નાગા સમૂહોની વચ્ચે ગતિરોધ વધતો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં એક સામાન્ય સહમતિ સધાઈ હતી પરંતુ આવું થઈ ન શક્યું. ત્યારબાદ કેન્દ્રએ એનએસસીએન (આઈએમ)ના કાર્યકર્તાઓ અને નેતાઓ પર કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી.
કેન્દ્રનું આ વલણ નાગા નેતાઓને પરેશાન કરે છે. સરકારની સાથે શાંતિ સમજૂતીની પ્રક્રિયાને અંજામ આપી રહેલા સંગઠન એનએસસીએન-આઇએમે સાત દશકો જૂના હિંસક આંદોલનનો સન્માનજનક સમાધાન ઝંડા અને બંધારણ વગર શક્ય નથી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર