કોરોના દર્દીઓને મોટી રાહત, મોદી સરકારે રેમડેસિવીર ઇન્જેક્શનની કિંમત ઘટાડી

કોરોના દર્દીઓને મોટી રાહત, મોદી સરકારે રેમડેસિવીર ઇન્જેક્શનની કિંમત ઘટાડી
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેર વચ્ચે કોરોના દર્દીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા

  • Share this:
    નવી દિલ્હી : કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેર વચ્ચે કોરોના દર્દીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. કોવિડ-19ના (Covid-19) લાખો દર્દીઓને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. સરકારે કોરોનાની સારવારમાં ઉપયોગી રેમડેસિવીરની (Remdesivir)કિંમતોમાં લગભગ 50 ટકાનો ઘટાડો કર્યો છે.

    દેશમાં રેમડેસિવીરના 7 મેન્યુફેક્ચરર



    હાલમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે દેશમાં રેમડેસિવીરના સાત મેન્યુફેક્ચરર છે અને તેમની ક્ષમતા લગભગ 38.80 લાખ યૂનિટ પ્રતિ મહિનો છે. મંત્રાલયના મતે ઔષધિ વિભાગ (Department of Pharmaceuticals)દવાનું ઉત્પાદન વધારવાને લઈને ઘરેલું મેન્યુફેક્ચરરના સંપર્કમાં છે.

    આ પણ વાંચો - Explained: કોરોના વાયરસ હવાથી કેવી રીતે ફેલાય છે? આ રહ્યા સંશોધકોના 10 પુરાવા

    રસાયણ અને ખાતર મંત્રી ડી વી સદાનંદ ગૌડાએ કહ્યું હતું કે સરકાર રેમડેસિવીરનું પ્રોડક્શન વધારવા માટે બધા પગલા ઉઠાવી રહી છે. જેથી દેશમાં તેની ઉપલબ્ધતાને વધારી શકાય. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ દિવસની અંદર વિભિન્ન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કુલ મળીને 6.69 લાખ રેમડેસિવીર ઇન્જેક્શનની શીશીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.



    ગૌડાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે સરકાર રેમડેસિવીરની પ્રોડક્શન સુવિધાઓને વિસ્તાર કરવા અને તેની ક્ષમતા અને ઉપલબ્ધતા વધારવાના દરેક જરૂરી પગલા ભરી રહી છે.

    અન્ય એક ટ્વિટમાં ગૌડાએ કહ્યું હતું કે સરકારના હસ્તક્ષેપ પછી રેમડેસિવીરના પ્રમુખ મેન્યુફેક્ચરરે 15 એપ્રિલ 2021થી તેની કિંમતને 5400 રૂપિયાથી ઘટાડીને 3500 રૂપિયાથી પણ ઓછી કરી દીધી છે. તેનાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કોવિડ-19 સામેની લડાઇને સમર્થન મળશે.
    Published by:Ashish Goyal
    First published:April 17, 2021, 19:02 pm

    ટૉપ ન્યૂઝ