મોદી સરકારની જાહેરાત, જૂન મહિનાથી આખા દેશમાં વન નેશન વન રેશન કાર્ડ લાગુ થશે

News18 Gujarati
Updated: January 4, 2020, 8:47 PM IST
મોદી સરકારની જાહેરાત, જૂન મહિનાથી આખા દેશમાં વન નેશન વન રેશન કાર્ડ લાગુ થશે
1 જાન્યુઆરી 2020થી દેશના 12 રાજ્યોમાં એક રાષ્ટ્ર એક રેશન કાર્ડની સુવિધાની શરુઆત થઈ ગઈ છે

1 જાન્યુઆરી 2020થી દેશના 12 રાજ્યોમાં એક રાષ્ટ્ર એક રેશન કાર્ડની સુવિધાની શરુઆત થઈ ગઈ છે

  • Share this:
નવી દિલ્હી : નરેન્દ્ર મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. આ વર્ષે જૂન મહિનાથી દેશમાં વન નેશન, વન રેશન કાર્ડ સ્કીમ લાગુ (One Nation, One Ration Card)થઈ જશે. 1 જાન્યુઆરી 2020થી દેશના 12 રાજ્યો આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, ગોવા, ઝારખંડ અને ત્રિપુરામાં એક રાષ્ટ્ર એક રેશન કાર્ડની સુવિધાની શરુઆત થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને (Ram Vilas Paswan)કહ્યું હતું કે બાકી બચેલા રાજ્યોમાં પણ જૂન મહિનાથી વન નેશન વન રેશન કાર્ડ લાગુ થઈ જશે.

દેશના 12 રાજ્યોમાં 1 જાન્યુઆરીથી લાગુ થઈ છે
વન નેશન વન રેશન કાર્ડ મોદી સરકારની મહત્વકાંક્ષી યોજના છે. જેનાથી આખા દેશમાં પીડીએસ ધારકોને દેશના કોઈપણ ખુણામાં સાર્વજનિક વિતરણ પ્રણાલીની દુકાનોમાંથી તેમના ભાગનું રાશન મળી શકશે. આ યોજનામાં પીડીએસ લાભાર્થીઓની ઓળખ તેમના આધાર કાર્ડ પર ઇલેક્ટ્રોનિક પોઇન્ટ ઓફ સેલ(PoS) ડિવાઇસથી થશે. કેન્દ્રીય સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન પ્રમાણે દેશભરમાં 80 કરોડથી વધારે લોકોને સસ્તા ભાવમાં અનાજ આપે છે.

આ પણ વાંચો - સચિન પાયલટે જેકે લોન હોસ્પિટલની મુલાકાત લીધી, કહ્યું - જવાબદારી નક્કી કરવી પડશે

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજ્યમાં આ યોજના શરુ થવા પર કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને અભિનંદન આપતા કહ્યું હતું કે 1 જાન્યુઆરી 2020થી હરિયાણા સહિત 12 રાજ્યોમાં વન નેશન વન રેશન કાર્ડ લાગુ થવાથી દેશના અલગ-અલગ ભાગોમાં રોજી-રોટી કમાવવા જનાર લોકોને અનાજ લેવામાં સુવિધા થશે. આ માટે હું પાસવાનનો આભાર પ્રગટ કરું છું.
First published: January 4, 2020, 7:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading