Home /News /national-international /પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે નવું બિલ લાવી શકે છે મોદી સરકાર

પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે નવું બિલ લાવી શકે છે મોદી સરકાર

કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર (ફાઇલ ફોટો)

પ્રકાશ જાવડેકરે કહ્યું કે,સમગ્ર દેશની હાયર એજ્યુકેશન સંસ્થાઓ અને યુનિવર્સિટીમાં અંદાજે 25 ટકા સીટો વધારવામાં આવશે

  ન્યૂઝ18 ગુજરાતી: આર્થિક રીતે પછાત સવર્ણોને અનામત આપ્યા બાદ મોદી સરકાર વધુ એક મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. પ્રાઇવેટ સંસ્થાઓમાં પણ સામાન્ય, ઓબીસી અને એસસી-એસટી અનામતને લાગુ કરવા માટે સરકાર બજેટ સત્રમાં એક બિલ લાવી શકે છે. આગામી સત્ર એટલે કે જુલાઈ 2019થી દેશની દરેક સરકારી, બિન સરકારી હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટમાં સામાન્ય વર્ગને 10 ટકા અનામત આપવામાં આવશે. કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ માટે સમગ્ર દેશની હાયર એજ્યુકેશન સંસ્થાઓ અને યુનિવર્સિટીમાં અંદાજે 25 ટકા સીટો વધારવામાં આવશે.

  ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે સંસદના બજેટ સત્રમાં એક અલગથી બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસથાઓમાં અનામત આપવા માટે 12 વર્ષ પહેલાં સંવિધાન સંશોધન કરવામાં આવ્યું હતું પરંતુ તેને લાગુ કરવામાં આવ્યું નહતું.

  સમાચાર એજન્સી મુજબ, એચઆરડી મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારોને જણાવ્યું છે કે, અનામતને 2019-20ના એકેડેમિક સેશનથી જ લાગુ કરવામાં આવશે. અનામતથી એસસી, એસટી અને અન્ય કેટેગરીનો કોટા ડિસ્ટર્બ ન થાય તે માટે અલગથી 25 ટકા સીટો વધારવામાં આવશે. સમગ્ર દેશમાં અંદાજે 40,000 કોલેજ અને 900 યૂનિવર્સિટી અને તે બધામાં વધારે કોટા આપવામાં આવશે.

  જાવડેકરે એમ પણ જણાવ્યું કે, એચઆરડી મંત્રાલય, યુજીસી અને અખિલ ભારતીય ટેક્નોલોજી શિક્ષણ (AICTE)ના ઉચ્ચ અધિકારીઓની એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે તેમણે એવું નથી કહ્યું કે, કુલ કેટલી સીટ વધારવામાં આવશે. તેમણે કહ્યું છે કે, એક સપ્તાહની અંદર જ આખું માળખું તૈયાર કરી દેવામાં આવશે.

  આ પણ વાંચો, 10 ટકા સવર્ણ અનામતથી કશું મળવાનું નથી: પૂર્વ આર્થિક સલાહકાર બાસુ

  સવર્ણ અનામત વિશે એચઆરડી મિનિસ્ટરે રવિવારે સાંજે જયપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, આ આર્થિક ન્યાય અને સામાજિક ન્યાય આપવાનો એક ક્રાંતિકારી નિર્ણય છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Prakash javadekar, Quota, અનામત, નરેન્દ્ર મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन