કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) કહ્યું છે કે ડોક્ટર અને સ્વાસ્થયકર્મીઓ પર થઇ રહેલી હિંસાને સાંખી લેવામાં નહીં આવે. આ માટે કેન્દ્ર સરકારે વટહુકમ લઇને આવી છે જેના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી કાનૂનમાં ફેરફાર કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)એ મહામારી કાનૂન (Epidemic Diseases Act)માં બદલાવ કરવાનો વટહુકમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ સંજ્ઞાનમાં બિનજામીનપાત્ર હશે. અને તેમાં 30 દિવસમાં કાર્યવાહી થશે અને 1 વર્ષમાં ચુકાદો આવશે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે સ્વાસ્થયકર્મીઓ પર હિંસા કરનારને ભારે સજા અને દંડ ભરવો પડશે. આરોપીઓને ત્રણ મહિનાથી લઇને 5 વર્ષની સજા, 50 હજારથી લઇને 3 લાખ સુધીનો દંડ ભરવો પડી શકે છે.
કેન્દ્રીય મંત્રી એ પણ કહ્યું કે આરોગ્ય કર્મીઓની વિરુદ્ધ થતા હુમલાને બિલકુલ સહન નહીં કરવામાં આવે. તેમને પણ સરકાર પૂરું સંરક્ષણ આપશે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી તેને પ્રભાવી રૂપે લાગુ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ તે પણ કહ્યું કે જો ગંભીર નુક્શાન થયું તો 6 મહિનાથી 7 વર્ષની સજા અને 1 લાખથી 5 લાખ રૂપિયાના દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે. આ પહેલા સોમવારે ઇન્ડિયન મેડિકલ એસોશિએશને કહ્યું કે જો ડૉક્ટર વિરુદ્ઘ હિંસા ચાલુ રહી અને સરકારે જરૂરી પગલા ના લીધા તો બુધવારે તે કેન્ડલ પ્રગટાવી પ્રદર્શન કરશે અને ગુરુવારને કાળા દિવસ તરીકે મનાવશે.