Home /News /national-international /મોદી સરકારે ચાર વર્ષમાં 2,420 કાયદાઓ નાબુદ કર્યા: RTIમાં ખુલાસો

મોદી સરકારે ચાર વર્ષમાં 2,420 કાયદાઓ નાબુદ કર્યા: RTIમાં ખુલાસો

નરેન્દ્ર મોદી, ફાઇલ તસવીર

જુના કાયદાઓ કે જેનો હવે કોઇ ઉપયોગ નથી કે કામના નથી તે કાયદાઓને રદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે સભ્યોની એક સમિતિની રચની કરી હતી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા ચાર વર્ષમાં હવે દેશનાં 2,420 જેટલાં કેન્દ્રિય કાયદાઓ રદ કરી નાંખ્યા છે. આ કાયદાઓ એવા હતા કે, જેનો હવે કોઇ ઉપયોગ નથી અથવા કામના નથી. માહિતી અધિકારનાં કાયદા (2005) હેઠળ માંગવામાં આવેલી એક માહિતીમાં આ વાતનો ખુલાસો થયો છે.

    ઉત્તર પ્રદેશનાં લખનઉના રહેવાસી અને માહિતી અધિકાર કાર્યકર્તા નુતન ઠાકુરે માહિતી અધિકારના કાયદા હેઠળ કાયદા વિભાગ (લેજીસ્લેટિવ ડિપાર્ટમેન્ટ) પાસે માહિતી માંગી હતી. આ માહિતી અરજીના જવાબમાં માહિતી અધિકારીએ માહિતી આપી હતી.

    આ માહિતી મુજબ, શરૂઆતમાં રિપીલીંગ એન્ડ એમેન્ડમેન્ટ એક્ટ, 2015 અંતર્ગત 35 કાયદાઓ રદ કરવામાં આવ્યા હતા. આ પછી 2015માં 90 કાયદાઓ રદ કરવામાં આવ્યા અને 2016ના વર્ષમાં 1,050 કાયદાઓ રદ કરવામાં આવ્યા. 2017ના વર્ષમાં 245 કાયદાએ નાબુદ કરવામાં આવ્યા.

    જુના કાયદાઓ કે જેનો હવે કોઇ ઉપયોગ નથી કે કામના નથી તે કાયદાઓને રદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે સભ્યોની એક સમિતિની રચની કરી હતી. આ માટે લો-કમિશને એક અહેવાલ કેન્દ્ર સરકારને આપ્યો હતો. આ સિવાય, વિવિધ મંત્રાલયો અને વિભાગોએ પણ કેન્દ્ર સરકારને આ કાયદાઓ રદ કરવા માટે ભલામણો કરી હતી. આ તમામ અહેવાલના આધારે કેન્દ્ર સરકારે છેલ્લા ચાર વર્ષમાં 2,420 કાયદાઓ નાબુદ કર્યા.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Law commission, પીએમ નરેન્દ્ર મોદી, ભારત

    विज्ञापन
    विज्ञापन