નવી દિલ્હી : કેન્દ્ર સરકારે દેશા 6 રાજ્યોના 116 જિલ્લાની ઓળખ કરી લીધી છે, જ્યાં લોકડાઉન દરમિયાન સૌથી વધારે પ્રવાસી મજદૂર પાછા ફર્યા છે. મોદી સરકારે આ પ્રવાસી મજદૂરો માટે એક મેગા પ્લાન તૈયાર કર્યો છે. આ મેગા પ્લાનમાં કોરોના લોકડાઉન દરમિયાન પોતાના રાજ્યો અને ગામમાં પાછા ફરેલા કરોડો પ્રવાસી મજદૂરોના પુનર્વાસ અને રોજગાર માટે એક મેગા પ્લાન તૈયાર કર્યો છે.
સરકાર આ 116 જિલ્લામાં કેન્દ્ર તરફથી ચલાવવામાં આવતી સોશિયલ વેલફેર અને ડાયરેક્ટ બેનિફિટ સ્કીમોમાં તેજી લાવશે. મોદી સરકાર ઈચ્છે છે કે, ઘરે પાછા ફરેલા પ્રાસીઓ માટે ટૂંક સમયમાં આજીવિકા, રોજગાર, કૌશલ વિકાસ અને ગરીબ કલ્યાણ સુવિધાઓનો લાભ સુનિશ્ચિત કરવામાં આવી શકે. તમને જણાવી દઈએ કે, આ જિલ્લામાં મનરેગા, સ્કિલ ઈન્ડીયા, જનધન યોજના, કિસાન કલ્યાણ યોજના, ખાદ્ય સુરક્ષા યોજના, પીએમ આવાસ યોજના સહિત અન્ય કેન્દ્રીય યોજનાઓ હેઠળ મિશન મોડમાં કામ કરવામાં આવશે.
આ સાથે જ હાલમાં જ જાહેર કરેલ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પણ આ જિલ્લા પર ધ્યાન કેન્દ્રીત કરી સાથે બાકી કેન્દ્રીય યોજનાઓને પણ શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના મંત્રાલયોને પણ કહેવામાં આવ્યું છે કે, બે અઠવાડીયામાં આ જિલ્લાઓને ધ્યાનમાં રાખી યોજનાઓનો પ્રસ્તાવ તૈયાર કરી પીએમઓને મોકલે.
116 જિલ્લામાં સૌથી વધારે બિહારના
કેન્દ્ર સરકાર તરફથી પસંદ કરવામાં આવેલા 116 જિલ્લામાં સૌથી વધારે 32 જિલ્લા બિહારના છે. ત્યારબાદ યૂપીના 31 જિલ્લા છે. મધ્યપ્રદેશના 24, રાજસ્થાનના 22 જિલ્લા, ઝારખંડના 3 અને ઓડિશાના 4 જિલ્લા છે.