J&Kમાં વિધાનસભા ચૂંટણીની આશંકા, આવું છે મોદી સરકારનું પ્લાનિંગ

News18 Gujarati
Updated: July 29, 2019, 6:40 PM IST
J&Kમાં વિધાનસભા ચૂંટણીની આશંકા, આવું છે મોદી સરકારનું પ્લાનિંગ
કાશ્મીરમાં સ્થિતિ એવી છે કે સામાન્ય રીતે દરેક ગૃહમંત્રીના કાશ્મીર પ્રવાર દરમિયાન બંધનું એલાન કરનારા અલગાવવાદી આ વખતે અમિત શાહના ઘાટી પ્રવાસ દરમિયાન ચૂપ રહ્યાં.

કાશ્મીરમાં સ્થિતિ એવી છે કે સામાન્ય રીતે દરેક ગૃહમંત્રીના કાશ્મીર પ્રવાર દરમિયાન બંધનું એલાન કરનારા અલગાવવાદી આ વખતે અમિત શાહના ઘાટી પ્રવાસ દરમિયાન ચૂપ રહ્યાં.

  • Share this:
અભિતાભ સિન્હા, ન્યૂઝ 18ઃ છેલ્લા કેટલાક દિવસથી કાશ્મીરમાં અફવાઓનું બજાર ગરમ છે. કોઇ અધિક સુરક્ષા દળ ઘાટીમાં મોકલવાને લઇને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 35 A હટાવવામાં આવી શકે છે. તો એક વાત એવી પણ વહેતી થઇ છે કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજવાનું મોદી સરકાર પ્લાનિંગ કરી રહી છે. હાલ અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.

ભાજપ હાઇકમાન્ડે કાશ્મીરના ભાજપ કોર ગ્રૂપને બેઠક માટે બોલાવી સીધો સંકેત આપ્યો છે કે કાશ્મીરમાં લોકતાંત્રિત પ્રક્રિયા ચાલુ રહેશે. મંગળવારે દિલ્હીમાં ભાજપની કોર ગ્રૂપની બેઠક બોલાવવામાં આવી જેમાં પાર્ટીના ટોચના નેતા જોડાશે અને કાશ્મીરની ચૂંટણીને લઇને રણનીતિ બનાવશે. એટલે આવનારા સમયમાં બાકી રાજ્યની સાથે જમ્મુ કાશ્મીરમાં પણ ચૂંટણી કરાવવાના એંધાણ છે. 17મી લોકસભાના પ્રથમ સત્રમાં જ જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન વધારવામાં આવ્યું હતું.

અહીં ક્લિક કરી વાંચોઃ કર્ણાટક : યેદિયુરપ્ચા સરકારે સાબિત કર્યુ બહુમત, સ્પીકરે રાજીનામું આપ્યું

કાશ્મીરમાં કેન્દ્ર સરકારની આતંકવાદ વિરોધી જીરો ટોલરેન્સની નીતિ કારગર સાબિત થઇ છે. સુરક્ષાદળોએ આતંકના મુખિયાઓને ઠાર માર્યા. સરહદ પર પણ સુરક્ષાદળોએ ચૂસ્ત પહેરો ગોઠવ્યો છે. તો હુરિયત નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી અને વિદેશમાં રહેતા પોતાના બાળકોનું સંપૂર્ણ લિસ્ટ જગજાહેર કરી એ વાત સાબિત કરી દીધી કે અલગાવવાદી નેતા માત્ર કાશ્મીરના યુવનોને ભડકાવી રહ્યાં છે, તેઓને કાશ્મીરના યુવાનોની ચિંતા નથી પરંતુ પોતાના બાળકોની ચિંતા વધુ છે. આથી જ તો પોતાના બાળકોને વિદેશમાં મોકલી કાશ્મીરના યુવાનોને ભડકાવી રહ્યાં છે જેથી તેઓ મુખ્યધારામાં આવી જ ન શકે. કાશ્મીરમાં અલગાવવાદી નેતાઓના ઘરે ITના દરોડા પાડી સ્પષ્ટ સંદેશ આપ્યો કે રાજ્યમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સહન નહીં કરવામાં આવે.

કાશ્મીરમાં સ્થિતિ એવી છે કે સામાન્ય રીતે દરેક ગૃહમંત્રીના કાશ્મીર પ્રવાર દરમિયાન બંધનું એલાન કરનારા અલગાવવાદી આ વખતે અમિત શાહના ઘાટી પ્રવાસ દરમિયાન ચૂપ રહ્યાં. કોઇએ બંધ ન પાળ્યું કે ન ક્યાંય હિંસા થઇ. આ માટે હાઇકમાન્ડે સ્પષ્ટ કર્યું કે આઇરન હેન્ડથી આતંકીઓને સબક શીખવાડવાનું કામ ચાલુ રહેશે.
First published: July 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading