પ્રદ્યુમ્ન કેસ બાદ મોદી સરકાર કરાવશે પેરેન્ટ્સનો વર્કશોપ, મનોવૈજ્ઞાનિક લેશે ક્લાસ

Margi | News18 Gujarati
Updated: November 17, 2017, 3:56 PM IST
પ્રદ્યુમ્ન કેસ બાદ મોદી સરકાર કરાવશે પેરેન્ટ્સનો વર્કશોપ, મનોવૈજ્ઞાનિક લેશે ક્લાસ

  • Share this:
ગુડગાંવના પ્રદ્યુમ્ન હત્યાકાંડમાંથી શીખ લઇને હવે મોદી સરકાર ખાસ પેરેન્ટ્સ માટે શિબિર ગોઠવશે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયે દેશના કેટલાક શહેરોમાં પેરેન્ટ્સ, શિક્ષકો, મનોવૈજ્ઞાનિકો અને એક્સપર્ટ માટે વર્કશોપ કરશે. વર્કશોપમાં પેરેન્ટ્સને બાળકોને લઇને શું જવાબદારીઓ છે એ વિશે વાત કરવામાં આવશે.

એક્સપર્ટ લેશે પેરેન્ટ્સનો ક્લાસ
વર્કશોપમાં સમજાવવામાં આવશે કે, બાળકોને સ્કૂલે મોકલી દેવાથી પેરેન્ટ્સની જવાબદારી પૂરી નથી થતી. બાળકો મોટા લોકોને જોઇને શું શીખે છે અને ઘરમાં બાળકોની હાજરીમાં પેરેન્ટ્સનો વ્યવહાર કેવો હોવો જોઇએ તેની જાણકારી પણ આપવામાં આવશે.

આ સાથે જ આ વર્કશોપમાં મનોવૈજ્ઞાનિક પણ સલાહ આપશે અને તેઓ પેરેન્ટ્સને જણાવશે કે, બાળકોના હાથમાં મોબાઇલ અથવા ગેજેટ્સ આપવાથી જ કોઇ વસ્તુનુ સોલ્યુશન નથી આવતુ. માતા-પિતાએ પોતે જ બાળકોને સમય આપીને તેમને કંઇક નવુ કરવા માટે પ્રેરવા જોઇએ.
First published: November 17, 2017, 3:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading