1962નાં યુદ્ધ માંથી મોદી સરકારે લીધો પાઠ, ચીન સરહદ સુધી પહોંચવાનો પાક્કો રસ્તો તૈયાર

ભારતનું ચીન સરહદ સુધી પહોંચવાનું થયુ સરળ

Indian China Border: 1962ના યુદ્ધ બાદ સરહદી રાજ્યોમાં રસ્તાઓના નિર્માણ પર ભાર મુકવો જરુરી હતું પણ લાંબા સમય સુધી દેશના પૂર્વોત્તર રાજ્ય વિકાસથી વંચિત રહ્યા અને હવે અહીના લોકોનું જીવન સરળ બનાવવા અને બોર્ડર પર ચીનની ચાલબાજીઓનો જવાબ આપવા માટે કેન્દ્ર સરકાર અરુણાચલપ્રદેશમાં (Arunachal Pradesh) માળખાકીય સુવિધા વધારવા પર કામ કરી રહી છે.

 • Share this:
  (અમદાવાદથી પાર્થેશ શુક્લાનો રિપોર્ટ)  1962માં ચીનની સેના (1962 War) અરૂણાચલ પ્રદેશથી ભારતમાં (Arunachal Pradesh) દાખલ થઈ હતી.પણ હવે અરુણાચલ પ્રદેશમાંથી ઘૂસણખોરી કરીને ભારત સાથે યુદ્ધ કરવું ચીનને (India-China) ખૂબ ભારે પડી શકે છે. ભારતની સેના (Indian Army) પહેલા કરતી વધુ શકિતશાળી થઈ છે.સાથે ભારત સરકાર અરુણાચલ પ્રદેશમાં રસ્તાઓની એવી જાળ બિછાવી રહી છે જેનાથી ભારતીય સેના સીધી LAC પર પહોંચી જશે. 1962ના યુદ્ધ બાદ સરહદી રાજ્યોમાં રસ્તાઓના નિર્માણ પર ભાર મુકવો જરુરી હતું પણ લાંબા સમય સુધી દેશના પૂર્વોત્તર રાજ્ય વિકાસથી વંચિત રહ્યાં અને હવે અહીના લોકોનું જીવન સરળ બનાવવા અને બોર્ડર પર ચીનની ચાલબાજીઓનો જવાબ આપવા માટે કેન્દ્ર સરકાર (Modi government) અરુણાચલપ્રદેશમાં માળખાકીય સુવિધા વધારવા પર કામ કરી રહી છે.

  આ પણ વાંચો-બોલિવૂડથી લઇ રાજકોટ સુધી નશાનો કાળો કારોબાર, પીડિત માતાએ વર્ણવી પુત્રની દર્દભરી કહાની

  આ નિર્માણાધીન રસ્તો તેનો પુરાવો છે.અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરથી તવાંગ સુધી જવું હોય તો પહેલા સેનાના જવાનોને આસામના તેજપુર થઈને જવું પડતું હતું. જેમાં 446 કિમીનાં અંતરને કાપવામાં 12 કલાકનો સમય જતો હતો પણ હવે આ રસ્તાથી ઈટાનગરથી તવાંગનું અંતર 5થી 6 કલાક ઓછું થઈ જશે. જેનાથી સ્થાનિક લોકોને તો ફાયદો થશે જ પણ સાથે ભારતીય સેના આ સરહદી વિસ્તારોમાં પહોંચવું સરળ થઈ જશે. 1962માં ચીનની સેના આ સરહદેથી ભારતમાં ઘૂસી હતી. તમને કહી દઈએ કે પહેલા તવાંગ સુધી પહોંચવા માટે માત્ર એક જ રસ્તો હતો પણ હવે તવાંગ સુધી પહોંચવા માટે કેટલાય વૈકલ્પિક રસ્તા તૈયાર કરવામાં આવ્યા છે. આગામી બે વર્ષમાં વધુ એક વૈકલ્પિક રસ્તો તૈયાર થઈ જશે. જેનાથી LAC સુધી પહોચવામાં સેનાને પણ બીજો રસ્તો મળી જશે. અત્યારે તવાંગ સુધી પહોંચવા માટે કેટલીય ટનલોનું કામ ચાલુ છે. નિચિપુ ટનલ અહી ગાઢ ઘુમ્મસના કારણે વાહનવ્યવહારમાં પડતી મુશ્કેલીઓને દૂર કરશે. હાલ 500 મીટર લાંબી આ ટનલનું અડધાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. આ એક ઓલવેધર ટનલ છે જેનાથી આખુ વર્ષ સેનાના કાફલાને કનેકટિવિટી મળશે. આ ટનલથી 6 કિમીનું અંતર ઓછું થશે.

  આ પણ વાંચોઃ-Viral: વિદ્યાર્થીએ પરીક્ષામાં લખ્યો એવો જવાબ કે પેપર ચેક કરી શિક્ષક પહોંચી ગયા કોમામાં!
  આ ટનલને ડ્રિલ એન્ડ બ્લાસ્ટ પદ્ધતિથી બનાવવામાં આવી છે. 5600 ફૂટની ઉંચાઈ પર બની રહેલી આ ટનલ ડબલ લેન છે. ટનલની બંને બાજુ ફૂટપાથ પણ તૈયાર કરવામાં આવશે. જેને એસ્કેપ રોડની જેમ ઉપયોગમાં લાવી શકાશે. તેની સાથે તવાંગ અને તેની આગળ બુમલા સુધી પહોંચવા માટે બીજો રસ્તો પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રસ્તાને બનાવવા તેજગતિથી કામ થઈ રહ્યું છે.આશા છે કે આગામી 2 વર્ષમાં આ રસ્તો બનીને તૈયાર થઈ જશે. આ રસ્તો બુમલાથી થઈ શેરગામ ત્યાંથી તવાંગ સુધી જશે. અત્યારે સરહદીય રાજ્યોમાં 272 રસ્તાઓનું બાંધકામ ચાલુ છે. અરુણાચલ પ્રદેશમાં સૌથી વધુ 64 રસ્તાઓનું કામ ચાલી રહ્યું છે.

  આ પણ વાંચોઃ-અજાણી મહિલાને મોબાઈલ નંબર આપવો અમદાવાદના વેપારીને ભારે પડ્યો, વાંચો honey trapનો ફિલ્મી કિસ્સો

  બીજા નંબરે જમ્મુ-કાશ્મીર છે જયાં 61 રસ્તાઓનું કામ ચાલી રહ્યું છે. જયારે લદ્દાખમાં 43 રસ્તાનું કામ ચાલુ છે.ખાસ વાત તે છે કે આ તમામ રસ્તાઓમાં મોટાભાગના રસ્તા દરેક ઋતુમાં ઉપયોગમાં આવી શકે તેમ છે. ચીનને તે વાતની સરસાઈ મળે છે કે તેના વિસ્તારમાં તિબેટનો પર્વતીય વિસ્તાર છે અને ત્યાં રસ્તાઓનું બાંધકામ કરવું એકદમ સરળ છે. તે ખૂબ ઝડપથી ભારતીય સરહદે પહોંચી શકે છે. હવે ભારત પણ LAC નજીકના વિસ્તારોમાં વિષમ પરિસ્થિતિઓ છતા રસ્તાઓની જાળ બિછાવી રહ્યું છે. જેથી હથિયારો અને રાશનને રસ્તાના માધ્યમથી LACની ફોરવર્ડ પોસ્ટ પર સરળતાથી પહોંચાડી શકાય. ભારતીય સેનાના ભારે વાહનો, ટેંક અને બીજા સામાનને ઓછા સમયમાં બોર્ડર સુધી પહોંચાડી શકાય.
  Published by:Margi Pandya
  First published: