Home /News /national-international /

દિવાળી પહેલા મોદી સરકારે રજૂ કર્યા ગ્રીન ફટાકડા, જાણો શું છે વિશેષતા

દિવાળી પહેલા મોદી સરકારે રજૂ કર્યા ગ્રીન ફટાકડા, જાણો શું છે વિશેષતા

ગ્રીન ફટાકડાની તસવીર

સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગત વર્ષ 2018માં ગ્રીન ફટાકડા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ ગ્રીન ફટાકડા ઉપર વિચાર કરવામાં આવ્યો હતો.

    નવી દિલ્હીઃ દિવાળીના (Diwali 2019) તહેવારના આડે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે મોદી સરકારે (Modi Government) ગ્રીન ફટાકડા (Green crackers) રજૂ કર્યા છે. જેમાં દાડમ, પેન્સિલ, ચક્કરડી, સુતળી બોમ્બનો સમાવેશ થાય છે.

    સરકારે દાવો કર્યો છે કે આ સામાન્ય ફટાકડાની તુલનાએ ગ્રીન ફટાકડાથી પ્રદૂષણમાં 30 ટકા સુધી ઘટાડો થશે. વિજ્ઞાન એવમ ટેકનિક મંત્રી ડૉ. હર્ષવર્ધનનું કહેવું છે કે, આ વખતે દિવાળી ઉપર દેશભરમાં પ્રદૂષણ ઓછું કરવા માટે ગ્રીન ફટાકડા મળશે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગત વર્ષ 2018માં ગ્રીન ફટાકડા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો.

    ત્યારબાદ ગ્રીન ફટાકડા ઉપર વિચાર કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિત એવમ ટેકનિકલ અનુસંધાન પરિષદે (CSIR) ગ્રીન ફટાકડાઓને બનાવવા માટે મહત્વનું કામ કર્યું છે. ફટાકડા કંપનીઓ પાસેથી 230 સહમતિ પત્રો અને 165 નૉન ડિસક્લોઝર એગ્રમેન્ટ્સ (NDA) ઉપર હસ્તાક્ષર કર્યા છે.

    આ પણ વાંચોઃ-GoAirની પ્રી-દિવાળી ઑફર, માત્ર રૂ.1,296માં બૂક કરો હવાઇ ટિકિટ

    દુનિયામાં સૌથી વધારે ફટાકડાનું ઉત્પાદન ચીમાં થાય છે. ત્યારબાદ ભારતનો નંબર આવે છે. ભારતમાં તમિલનાડુના શિકાશીમાં સૌથી વધારે ફટાકડાનું ઉત્પાદન થાય છે. શિવકાશીમાં 1000 ફટાકડા મેન્યુફેક્ચર્સ ( manufacture) છે. જેનો વાર્ષીક કારોબાર 6000 કરોડ રૂપિયાનો છે.

    આ પણ વાંચોઃ-Bajajએ રજૂ કર્યું નવું Chetak ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો ખાસિયતો

    માનવામાં આવે છે કે, આપણા દેશમાં મુગલોના સમયથી ફટાકડા ફોડવામાં આવે છે. મુગલોના સમયમાં આતિશબાજી અને ફટાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આમ તો ભારતમાં ગન પાઉડર પછીથી આવ્યો છે. ત્યારબાદ ફટાકડાઓમાં ગન પાઉડર પછીથી થવા લાગ્યો છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદના આટલા સિગ્નલો ઉપર રાત્રે પણ ટ્રાફિક નિયમનું કરવું પડશે પાલન

    શું હોય છે ગ્રીન ફટાકડા
    એક્સપર્ટસ જણાવે છે કે, સંપૂર્ણ પણે પ્રદૂષણ ફ્રી બનાવી ન શકાય. કારણ કે CSIR એટલે કે કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ના વૈજ્ઞાનિકોએ ફટાકડાઓનું એવો ફૉર્મ્યુલા તૈયાર કર્યો છે જેનાથી ગ્રીન ફટાકાડાની કેટેગરીમાં રાખી શકાય છે. સરકારનો દાવો છે કે, આ ફટાકાડાઓમાં ધૂળને સોસવાની ક્ષમતા છે. આ ઉપરાંત આ ફટાકડાઓમાંથી થનારું ઉત્સર્જન લેવલ પણ ઘણું ઓછું છે.
    Published by:ankit patel
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन