મોદી સરકારે 7 મહિનામાં પૂરા કર્યા 3 વાયદા, હવે સમાન નાગરિક સંહિતા બિલ લાવવાની તૈયારી

News18 Gujarati
Updated: December 12, 2019, 8:42 AM IST
મોદી સરકારે 7 મહિનામાં પૂરા કર્યા 3 વાયદા, હવે સમાન નાગરિક સંહિતા બિલ લાવવાની તૈયારી
નાગરિકતા સંશોધન બિલ પાસ થયા બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને બુધવારને ઐતિહાસિક દિવસ કરાર કર્યો. (ફાઇલ તસવીર)

ત્રણ તલાક, આર્ટિકલ 370 અને નાગરિકતા સંશોધન બિલ બાદ મોદી સરકાર આ બિલ પર કરી રહી છે કામ

  • Share this:
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી (Lok Sabha Election) દરમિયાન બીજેપી (BJP)એ પોતાના ઘોષણા પત્રમાં જે વાયદોનો ઉલ્લેખ કર્યો હતો તેમાંથી ત્રણ વાયદાઓને તેમણે સાત મહિનાની અંદર પૂરા કરી દીધા છે. મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળ દરમિયાન જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ-370 (Article 370) હટાવવા, નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill) અને ત્રણ તલાક (Triple Talaq Bill)ની વિરુદ્ધ કાયદો બનાવવાનો વાયદો કર્યો હતો. આ ત્રણેય વાયદાને પૂરા કર્યા બાદ હવે મોદી સરકાર ટૂંક સમયમાં સમાન નાગરિક સંહિતા બિલ (Uniform Civil Code) અને જનસંખ્યા નિયંત્રણ કાયદા (Population Control Act) પર કામ શરૂ કરવા જઈ રહી છે.

બુધવારે રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા કરતાં ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)એ કહ્યુ કે મોદી સરકારે પોતાના ઘોષણા પત્રમાં આ બિલની વાત કહી હતી. તેઓએ કહ્યુ કે અનેક લોકો અમારી ઉપર વોટ બેંકની રાજનીતિનો આરોપ લગાવી રહ્યા છે પરંતુ હું તેમને જણાવવા માંગું છું કે ચૂંટણી ઘોષણા પત્ર સરકારની નીતિઓનું ઉદ્ઘોષણા હોય છે. જનતા ચૂંટણી ઘોષણા પત્ર પર વિશ્વાસ મૂકીને સરકાર ચૂંટે છે.

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે ચૂંટણી પહેલા જ અમે જનતાની સામે નાગરિકતા સંશોધન બિલ લાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને જનતાએ પોતાનું સમર્થન આપ્યું. તેઓએ કહ્યુ કે જનાદેશથી વિશેષ બીજું કંઈ ન હોઈ શકે. જોકે, ગૃહ મંત્રીના રાજ્યસભામાં આપેલા આ નિવેદન બાદ કૉંગ્રેસ નેતા આનંદ શર્માએ આપત્તિ વ્યક્ત કરી અને કહ્યુ કે કોઈ પણ પાર્ટીનો ઘોષણા પત્ર બંધારણથી ઉપર ન હોઈ શકે. તેઓએ કહ્યુ કે અમે પણ લોકોએ પણ બંધારણના શપથ લીધા છે અને બંધારણ સર્વોપરી છે.

ઘોષણા પત્રમાં સમાન નાગરિકતા કાયદાનો ઉલ્લેખ

મોદી સરકાર (Modi Government)એ પોતાના ચૂંટણી ઘોષણા પત્રમાં આપેલા વાયદાઓમાં ત્રણ વાયદા પૂરા કરી લીધા છે. હવે તમામની નજર સમાન નાગરકિતા કાયદા પર ટકેલી છે. મૂળે, બીજેપી (BJP)એ પોતાના ચૂંટણી ઘોષણા પત્રમાં સમાન નાગરિકતા કાયદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. બીજેપીએ ઘોષણા પત્રમાં કહ્યું હતું કે જ્યાં સુધી ભારતમાં સમાન નાગરિક સંહિતાને અપનાવી નહીં લેવામાં આવે ત્યાં સુધી લેંગિક સમાનતા કાયમ ન હોઈ શકે.

જનસંખ્યા નિયંત્રણ કાયદા ઉપર પણ બીજેપી વિચારી રહ્યું છેદેશની વધતી જનસંખ્યા ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે. બીજેપી નેતાઓની સાથે જ સંઘના નેતાઓએ પણ મોદી સરકાર પાસે માંગ કરી છે કે તેઓ ચૂંટણી વાયદાને પૂરા કરવાની સાથે જનસંખ્યા નિયંત્રણ કાયદા ઉપર પણ ધ્યાન આપે. બીજેપી નેતાઓએ કહ્યું છે કે અમે આશા રાખીએ કે સરકાર આ બિલ ઉપર પણ વહેલી તકે મોટો નિર્ણય લઈ શકે છે.

નાગરિકતા સંશોધન બિલ અંગે ક્વિઝ રમો...આ પણ વાંચો, નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પાસ, બિલના પક્ષમાં 125 વોટ, વિપક્ષમાં 105 વોટ પડ્યા
First published: December 12, 2019, 8:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading