મોદી સરકારનો રામ મંદિર બનાવવાનો આ છે માસ્ટર પ્લાન!

મોદી સરકારનો રામ મંદિર બનાવવાનો આ છે માસ્ટર પ્લાન!
અયોધ્યા વિવાદમાં નવો વળાંક (ફાઇલ ફોટો)

મૂળે, આ નિર્ણય સરકારે નવેમ્બરના પહેલા સપ્તાહમાં જ લઈ લીધો હતો, જેનો અહેવાલ ન્યૂઝ18એ 10 નવેમ્બરે પબ્લિશ કર્યા હતા

 • Share this:
  અનિલ રાય

  સુપ્રીમ કોર્ટમાં સતત ટળી રહેલી સુનાવણી બાદ સરકારે અયોધ્યામાં રામ મંદિરને બનાવવા માટે પોતાનો માસ્ટર પ્લાન ચલાવી દીધો છે. સરકારે સુપ્રીમ કોર્ટને અધિગૃહિત ભૂમિમાં બિન વિવાદિત ભૂમિ રામમંદિર ન્યાસને પરત આપવાની અપીલ કરી છે. મૂળે, આ નિર્ણય સરકારે નવેમ્બરના પહેલા સપ્તાહમાં જ લઈ લીધો હતો, જેનો અહેવાલ ન્યૂઝ18એ 10 નવેમ્બરે પબ્લિશ કર્યા હતા.  સૂત્રોનું માનીએ તો સરકારે જે કાયદાકિય સલાહ લીધી છે તેમાં એક વાત સ્પષ્ટ છે કે સરકારને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કોઈ કેસમાં વટહુકમ લાવવાનો પૂરો અધિકાર છે, પરંતુ દેશની આઝાદી બાદથી ક્યારેય આવું નથી થયું. એવામાં જો સરકાર વટહુકમ લાવે છે તો તેની પર ન્યાયતંત્રના કામમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લાગશે. પરંતુ જો સરકાર બિન-વિવાદિત જમીનને ન્યાસને સોંપી દે છે તો તેમાં ન્યાસ મંદિરના નિર્માણનું કામ શરૂ કરી શકે છે. બાકીની વિવાદિત જમીન માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ શકાય છે.

  સૂત્રોનું માનીએ તો કાયદા મંત્રાલયે જે રિપોર્ટ સરકારને સોંપ્યો છે તે મુજબ સુપ્રીમ કોર્ટ જો જમીન ન્યાસને સોંપી દે છે તો તેની પર વહેલી તકે નિર્માણ કાર્ય શરૂ કરી શકાય છે. જોકે, આ માર્ગ એટલો સરળ નથી. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય જફરયાબ જિલાની સરકાર તરફથી લેનાર આ પ્રકારના કોઈ પણ નિર્ણયનો વિરોધ કરવાની તૈયારીમાં છે.

  આ પણ વાંચો, સુપ્રીમમાં કેન્દ્રની અરજી: 'મંદિર બનાવવા માટે રામ જન્મભૂમિ ન્યાસને આપવામાં આવે જમીનનો હિસ્સો'

  ન્યૂઝ18ને જિલાનીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સરકારની આ પ્રકારની કોઈપણ પહેલનો વિરોધ કરશે, કારણ કે અધિગૃહિત જમીનમાં કેટલીક જમીન મુસલમાનોની પણ છે. સાથોસાથ સુપ્રીમ કોર્ટે 2003માં અધિવૃહિત જમીન વિશે જે સલાહ આપી હતી તે મુજબ ત્યાં કોઈ પણ સ્થિતિમાં સરકાર મંદિરનું નિર્માણ ન કરી શકે. જિલાનીએ સ્પષ્ટ કયું કે એક વાર સુપ્રીમ કોર્ટ સરકારની અપીલ સ્વીકારી લે તો ત્યારબાદ તેઓ પોતાના કાયદાકિય દાવ રમશે.

  ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેઓએ કહ્યું હતું કે અયોધ્યામાં માત્ર 2.77 એકર જમીન પર વિવાદ છે અને બાકીની જમીન પર કોઈ વિવાદ નથી. તેથી જમીનનો કેટલોક હિસ્સો રામ જન્મભૂમિ ન્યાસને આપી દેવામાં આવે.

  મૂળે, સરકારમાં બેઠેલા કેટલાક લોકો માને છે કે વટહુકમ વગર પણ મંદિરનું કામ શરૂ કરી શકાય છે. જેનો સીધો ફાયદો ભાજપને ચૂંટણીમાં મળશે. બંધારણીય એક્સપર્ટ પણ સરકારના આ જૂથની વાતથી સહમતી જતાવી રહ્યા છે.

  બંધારણીય એક્સપર્ટ સુભાષ કશ્યપનું માનવું છે કે સરકાર બિન વિવાદિત જમીન પર જ્યારે ઈચ્છે ત્યારે મંદિરનું નિર્માણ કરાવી શકે છે. તેના માટે સરકારને માત્ર બિન-વિવાદિત જમીનને મંદિર નિર્માણ કરનરા ટ્રસ્ટને સ્થાનાંતરિત કરવાની છે. નિર્માણનું કામ શરૂ થયા બાદ સરકાર ઈચ્છે તો વટહુકમ લાવી શકે છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ શકે છે.

  જોકે, વટહુકમના મામલામાં સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ એમએલ લોહાટીનો મત થોડો અલગ છે. લોહાટીના મતે જ્યારે કોઈ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હોય તો એવામાં સરકારે વટહુકમ લાવવાથી બચવું જોઈએ. જોકે તેઓ માની રહ્યા છે કે સરકારની પાસે વટહુકમ લાવવાનો પૂરો અધિકાર છે અને સરકાર જ્યારે ઈચ્છે વટહુકમ લાવી શકે છે.
  First published:January 29, 2019, 13:37 pm

  टॉप स्टोरीज