હવે સોશિયલ મીડિયા પર તમારી ખાનગી જાણકારી ચોરી નહીં થાય, બિલ મંજૂર

News18 Gujarati
Updated: December 4, 2019, 12:27 PM IST
હવે સોશિયલ મીડિયા પર તમારી ખાનગી જાણકારી ચોરી નહીં થાય, બિલ મંજૂર
પ્રતિકાત્મક તસવીર

મોદી સરકાર લાવી રહી છે બિલ જે સોશિયલ મીડિયા પર તમારી ખાનગી જાણકારીને ખાનગી રાખશે.

  • Share this:
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો મોટો નિર્ણય, ડેટા પ્રોટેક્શ બિલ (Data Protection Bill) ને મંજૂરી અપાઇ. CNBC અવાજના સુત્રોથી મળેલી જાણકારી મુજબ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં આ બિલને મંજૂરી મળી છે. હવે તેને જલ્દી જ આવનારા સપ્તાહમાં સંસદમાં રજૂ કરવામાં આલશે. તમને જણાવી દઇએ કે આ બિલમાં સોશિયલ સાઇટ અને એપ દ્વારા તમારી ખાનગી જાણકારી સુરક્ષિત રાખવાની જોગવાઇ કરવામાં આવી છે.

હાલમાંજ વોટ્સઅપ (Whatsapp) પર ડેટા સુરક્ષામાં ગેરરીતિ થતા સરકાર સર્તક થઇ ગઇ છે. આ મામલે જે તે સમયે મોટા વિવાદ પણ થયો હતો. આઇટી મિનિસ્ટ રવિ શંકર પ્રસાદે કહ્યું કે સરકાર ખાનગી જાણકારીના મહત્વને ગંભીરતાથી લે છે. અને તેની ગોપીનીયતા બની રહે તે માટે પ્રતિબદ્ધ છે. બિલમાં ડેટા પ્રોટેક્શન સંબંધિત તમામ દેશોના કાનૂનની સમીક્ષા કરીને નવો કાનૂન બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને યુરોપના ડેટા પ્રોટેક્શન કાનૂનને લઇને અનેક ઇનપુટ આપવામાં આવ્યા છે.

જેમાં સૌથી વધુ ફોકસ ડેટા આપવામાં લોકોને સહમતિને લઇને છે .તેના માટે અનેક જોગવાઇ કરવામાં આવી છે. અને કડકાઇથી આ નિયમો લાગુ થાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે જ સહમતિ સિવાય ખાનગી ડેટા લેવા પર કાનૂન અપરાધ માનવામાં આવશે. જસ્ટિસ બીએન શ્રીકૃષ્ણાની અધ્યક્ષતામાં એક કમેટી બનાવવામાં આવી હતી. જેણે પણ પોતાના ઇનપૂટ આપ્યા છે. વળી સરકારે આ મામલે સાર્વજનિક ચર્ચા દ્વારા પણ સંશોધન કર્યું છે. આ પ્રસ્તાવિત વિધેયકમાં ડેટા સુરક્ષાના નિયમોનું ઉલ્લંધન કરવા પર 15 કરોડ રૂપિયા કે કંપનના કુલ ટર્નઓવરમાંથી 4 ટકા દંડ લગાવાની પણ જોગવાઇ છે.
First published: December 4, 2019
વધુ વાંચો
अगली ख़बर