liveLIVE NOW

રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અને રિઝર્વેશન બિલ પાસ

જમ્મુ-કાશ્મીરેને પણ મળ્યો કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો. વિપક્ષે આરોપ કર્યો કે, સરકારે બિલ વિશે જાણકારી નથી આપી

  • News18 Gujarati
  • | August 06, 2019, 07:02 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 4 YEARS AGO

    હાઇલાઇટ્સ

    20:17 (IST)

    પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીની અટકાયત કરવામાં આવી છે. મહેબુબા મુફ્તીને કોઇ અજ્ઞાત સ્થળે ગેસ્ટ હાઉસમાં લઇ જવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની પણ અટકાયત કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ મહેબુબા મુફ્તી સહિત જમ્મુ કાશ્મીરમાં અનેક સ્થાનિક નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા.


    20:16 (IST)

    જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવી લેવાનું બિલ રાજ્યસભામાં પસાર થઇ ગયું છે. તેની સાથે જ હવે જમ્મુ કાશ્મીરમાં ઉથલ પાથલ શરૂ થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. એવામાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP નેતા મહેબુબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાની અટકાયત કરવામાં આવી છે.

    19:29 (IST)

    જમ્મુ કાશ્મીર પુર્નગઠન બિલ રાજ્યસભામાં પાસ થયું છે. પક્ષમાં 125 અને વિરોધમાં 61 વોટ પડ્યા

    18:51 (IST)

    રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનઃગઠન અને રિઝર્વેશન બિલ પાસ

    18:45 (IST)

    રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનઃગઠન બિલ પર વોટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જો કે આ પહેલા જમ્મુ કાશ્મીર રિઝર્વેશન બિલ પાસ કરવામાં આવ્યું હતું.

    18:37 (IST)

    જમ્મુ કાશ્મીર પ્રસ્તાવને પ્રસાર કરવા માટે રાજ્યસભામાં વોટિંગ કરવામાં આવી રહ્યું છે.

    18:21 (IST)

    અમિત શાહે જણાવ્યું કે હું કાશ્મીરના યુવાનોને વિસ્વાસ અપાવું છું કે તેઓ મોદી સરકારને પાંચ વર્ષનો સમય આપે, અમે જમ્મુ કાશ્મીરને દેશનું સૌથી વિકસીત રાજ્ય બનાવીશું. 

    18:17 (IST)

    અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે કાશ્મીરને સંપૂર્ણ રીતે ભારત સાથે જોડવામાં આવે. બસપાના સમર્થનને લઇને ગૃહમંત્રીએ કહ્યું કે બહેન માયાવતીજીને પાર્ટીએ આર્ટિકલ 370 હટાવવાનું સમર્થન કર્યું છે, જેનાથી દલિતોને અનામત મળી શકે.

    18:9 (IST)

    અમિત શાહે કહ્યું કે અમે ધર્મની રાજનીતિ નથી કરી, વોટબેંકની રાજનીતિ શું છે ? માત્ર મુસલમાન પણ કાશ્મીરમાં રહશે ? તમે શું ઇચ્છો છો ? મુસલમાન, હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ તમામ ત્યાં રહે છે. જો 370 સારી છે તો બધા માટે સારી છે, અને જો ખરાબ છે તો બધા માટે ખરાબ છે. 

    18:2 (IST)

    અમિત શાહે કહ્યું કે જો કાશ્મીરમાં ઘાટીમાં આર્ટિકલ 370 ન હોત તો અંદાજે 41,000 લોકોના મોત ન થાત.

    રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો છે. તેની સાથે જ અમિત શાહે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનનો સંકલ્પ પણ રજૂ કર્યો છે. અમિત શાહના એલાન બાદ વિપક્ષે ગૃહમાં ઘણો હોબાળો કર્યો. જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત્ર પ્રદેશ બની ગયો છે. સાથોસાથ લદાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું છે. આર્ટિકલ 370 હટતાં જમ્મુ-કાશ્મીર હવે રાજ્ય નહીં રહે. જમ્મુ-કાશ્મીર ધારાસભ્યોવાળું કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે. બીજી તરફ, લદાખને ધારાસભ્યો વગરનું કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવશે.

    અમિત શાહની કાશ્મીર પર ત્રણ મોટી જાહેરાતો બાદ વિપક્ષનો હોબાળો ચાલુ છે. જમ્મુ-કાશ્મીરથી જોડાયેલા સરકારના મહત્વપૂર્ણ નિર્ણય પર વિપક્ષનો આરોપ છે કે સરકારે તેમને આ પ્રકારના કોઈ બિલની પહેલા જાણકારી નહોતી આપી.