Home /News /national-international /

સરકારનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી 45 વર્ષથી વધુના તમામ લોકોને અપાશે કોરોના વેક્સીન

સરકારનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી 45 વર્ષથી વધુના તમામ લોકોને અપાશે કોરોના વેક્સીન

પહેલી એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકો કોરોના વેક્સીન લઈ શકશે- મોદી કેબિનેટે લીધો નિર્ણય

પહેલી એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકો કોરોના વેક્સીન લઈ શકશે- મોદી કેબિનેટે લીધો નિર્ણય

    નવી દિલ્હી. દેશ (India)માં કોરોના વેક્સીનેશન (Corona Vaccination)ને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. પહેલી એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકો કોરોના વેક્સીન લઈ શકશે. કેન્દ્રીય કેબિનેટ (Modi Cabinet)એ મંગળવારે તેની જાહેરાત કરી છે. પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) કહ્યું કે અત્યાર સુધી 45થી 60 વર્ષની વચ્ચે માત્ર ગંભીર બીમારીવાળા લોકોને જ વેક્સીન આપવામાં આવી રહી હતી. પરંતુ પહેલી એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો કોરોના વેક્સીન લઈ શકશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, દેશમાં વેક્સીનની પૂરતી માત્રા ઉપલબ્ધ છે. કોરોના વેક્સીનની ક્યાં પણ અછત નથી.

    પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, અમે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ કોરોના વેક્સીન વહેલી તકે લઈ લે જેથી તેમને કોવિડ-19 સામે શિલ્ડ મળી રહે. નોંધનીય છે કે, દેશમાં કુલ 4 કરોડ 84 લાખથી વધુ કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં સોમવારે 30 લાખથી વધુ લોકોને કોવિડ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    આ પણ વાંચો, Explained: દેશમાં અચાનક કેમ વધવા લાગ્યા છે COVID-19ના કેસ?

    આ દરમિયાન પંજાબથી જીનામ સીક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા 401 સેમ્પલમાંથી 81 ટકામાં બ્રિટનવાળા વેરિયન્ટની પુષ્ટિ થઈ છે. તેનાથી યુવા સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. તેને લઈને રાજ્યના મુખ્યમંત્રી અમરિંદર સિંહ ચિંતિત છે. મુખ્યમંત્રીના સલાહકાર રવીલ ઠુકરાલે વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે વેક્સીનેશન પ્રોગ્રામમાં 60થી ઓછી ઉંમરના લોકોને પણ સામેલ કરવામાં આવે. પંજાબ પહેલા દિલ્હી, મહારાષ્ટ્ર પણ યુવાઓના વેક્સીનેશન કરાવવાની માંગ કરી ચૂક્યા છે.

    આ પણ વાંચો, Corona: સોશ્યલ ડીસ્ટન્સિંગ અને માસ્કનો ઉપયોગ ઘણા વર્ષો સુધી કરવો પડી શકે છે- એક્સપર્ટ્સ

    બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 40,715 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 199 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,16,86,796 થઈ ગઈ છે.

    પંજાબ અને મહારાષ્ટ્રમાં ચિંતાજનક સ્થિતિ

    ભારતમાં કોરોનાની બીજી લહેરે (Corona Second Wave) હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા 24 કલાકમાં પણ 40 હજારથી વધુ કેસ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્રમાં જ માત્ર 24 હજાર કેસ નોંધાયા છે. પંજાબમાં 2300થી વધુ કેસ નોંધાયા છે તો ગુજરાતે પણ ચિંતા વધારી છે. મહારાષ્ટ્રમાં કુલ કેસોની સંખ્યા 25 લાખને પાર થઈ ગઈ છે. મૃત્યુઆંકની વાત કરીએ તો 199 લોકોનાં મોત થયા છે જેમાં સૌથી વધુ પંજાબ અને મહારાષ્ટ્રમાં 58-58 લોકોએ જીવ ગુમાવ્યો છે. છત્તીસગઢમાં 12 અને કેરળમાં 12 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Corona vaccine, Coronavirus, COVID-19, Mask, Pandemic, Research, Social Distancing, ભારત

    આગામી સમાચાર