મોદી સરકારે આ કારણે 44 લાખ રેશન કાર્ડ રદ કર્યાં

પ્રતિકાત્મક તસવીર

NFSA હેઠળ અમે સબસિડી દર પર 4.2 કરોડ ટન અનાજ આપીએ છીએ. ધઉંને 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ભાત 3 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવથી વહેંચવામાં આવે છે. તેમાથી અતિરિક્ત અમે PMGKAY હેઠળ દર મહિને 3.2 કરોડ ટન મફત અનાજ આપીએ છીએ.

  • Share this:
    સરકારે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (PDS)થી 43 લાખ 90 હજાર નકલી અને અવૈદ્ય રાશન કાર્ડ (Ration Card)ને રદ્દ કર્યા છે. સરકારની તરફથી લેવામાં આવેલા આ પગલાથી યોગ્ય લાભાર્થીને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ સબસિડી વાળું અનાજ આપવામાં આવશે. ખાદ્ય મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે ડુપ્લીકેટ કાર્ડ (Duplicate Ration Card)ને ઓળખવું જરૂરી છે. વર્ષ 2013થી પહેલા મોટી સંખ્યામાં નકલી અને ડુપ્લીકેટ રાશન કાર્ડ હતા. ગત સાત વર્ષમાં સરકારને આ સિસ્ટમમાં છેતરપીંડીને અટકાવવાનો પ્રયાસ કર્યો છે.

    અધિકારીએ જણાવ્યું કે રાશન કાર્ડનું ડિજિટલીકરણ અભિયાનથી સાર્વજનિક વિતરણ પ્રણાલીમાં પારદર્શી બનાવા અને દક્ષતામાં સુધાર આપવામાં મદદ મળી છે. તેમણે કહ્યું કે અયોગ્ય રાશન કાર્ડને નીકાળવાની સાથે જ અમે પ્રત્યેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે પરિભાષિત કવરેજની અંદર નવા લાભાર્થીઓન જોડતા ગયા છીએ.

    ઇકોનોમિક ટાઇમ્સે પોતાની રિપોર્ટમાં એક અધિકારીના હવાલેથી લખ્યું છે કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ લગભગ 81.35 કરોડ લોકોને લાભ મળી રહ્યો છે. આ દેશની વસ્તીનો લગભગ બે તીતાંશ ભાગ છે. હાલ લગભગ 80 કરોડ લોકો આ વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ની હેઠળ દર મહિને 5 કિલો મફત અનાજ મેળવે છે. સરકારની આ યોજનોનો વિસ્તાર કરી શકે છે. આ યોજનાને માર્ચ 2020માં કોરોના વાયરસ મહામારીથી ઉત્પન્ન સ્થિતિમાં લડવામાં માટે શરૂ કરવામાં આવી હતી.

    વધુ વાંચો : બજેટ ફોન લેવાનું વિચારો છો? 12000 રૂપિયાની અંદર આ છે 4 બેસ્ટ સ્માર્ટફોન

    અધિકારીએ કહ્યું કે NFSA હેઠળ અમે સબસિડી દર પર 4.2 કરોડ ટન અનાજ આપીએ છીએ. ધઉંને 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ભાત 3 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવથી વહેંચવામાં આવે છે. તેમાથી અતિરિક્ત અમે PMGKAY હેઠળ દર મહિને 3.2 કરોડ ટન મફત અનાજ આપીએ છીએ. કોરોના કાળમાં પણ બંને સ્કિમ હેઠળ અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું.



    કેન્દ્ર સરકારે એક રાષ્ટ્ર એક રાશનકાર્ડ યોજના પર પણ ઝડપથી કામ કર્યું છે. જેથી પ્રવાસી મજૂરોને જલ્દીથી જલ્દી તેનો લાભ મળી શકે. આ યોજના હેઠળ દેશના કોઇ પણ ભાગથી યોગ્ય વ્યક્તિ સરકારી સબસિડી પર રાશન મેળવી શકે છે. અત્યાર સુધી સરકારે નેશનલ પોર્ટેબિલિટી ક્લસ્ટર હેઠળ 28 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ યોજના માટે એક સાથે લાવવામાં સફળતા મેળવી છે. જેની યોગ્ય લાભાર્થીને લાભ મળતો રહે.
    Published by:Chaitali Shukla
    First published: