કોરોના વાયરસના વધતા કેસોની વચ્ચે PM મોદી શુક્રવારે કરશે સર્વપક્ષીય બેઠક

કોરોના સંક્રમણની હાલની સ્થિતિને ધ્યાને લઈ બચાવના ઉપાયો પર ચર્ચા અને રણનીતિ તૈયાર કરવા માટે કેન્દ્ર સરકારે 4 ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી

કોરોના સંક્રમણની હાલની સ્થિતિને ધ્યાને લઈ બચાવના ઉપાયો પર ચર્ચા અને રણનીતિ તૈયાર કરવા માટે કેન્દ્ર સરકારે 4 ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી

 • Share this:
  નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની હાલની સ્થિતિને ધ્યાને લઈ બચાવના ઉપાયો પર ચર્ચા અને રણનીતિ તૈયાર કરવાને લઈ કેન્દ્ર સરકારે 4 ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની અધ્યક્ષતામાં સવારે 10:30 વાગ્યે શરૂ થશે. આ ઓનલાઇન બેઠકમાં લોકસભા અને રાજ્યસભાન ફ્લોર લીડર્સને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

  નોંધનીય છે કે, અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસથી 94 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. 24 કલાકમાં ભારતમાં 38.772 કોરોના સંક્રમિત સામે આવ્યા છે. આ દરમિયાન 443 દર્દીનાં મોત થયા છે, જ્યારે 45,152 લોકો સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોના મહામારીથી 1.37 લાખ દર્દીઓનાં મોત થયા છે.

  તેની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19 વેક્સીનને વિકસિત કરી રહેલી અને તેનું પ્રોડક્શન કરી રહેલી ત્રણ ટીમોની સાથે સોમવારે એક ઓનલાઇન બેઠક પણ કરી. વડાપ્રધાને કંપનીઓને ભલામણ કરી કે તેઓ લોકોને કોરોના વેક્સીનના પ્રભાવી થયા સહિત તેના સાથે જોડાયેલા અન્ય મામલાઓની સરળ ભાષામાં માહિતગર કરવા માટે વધારાના પ્રયાસ કરે.

  ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે અમદાવાદ, હૈદરાબાદ અને પુણેનો પ્રવાસ કર્યો હતો. તેઓએ આ શહેરોમાં કોરોના વાયરસની વેક્સીનના વિકાસની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: