નવી દિલ્હી. કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર (Union Cabinet Expansion)માં થોડો જ સમય બાકી છે. અહેવાલ છે કે 24-48 કલાકમાં કેબિનેટમાં મોટો ફેરફાર થઈ શકે છે. બીજી તરફ, સંભવિત મંત્રીઓને દિલ્હી બોલાવવાનું શરૂ થઈ ગયું છે. હાલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા 53 છે, જેને વધારીને 81 કરવામાં આવી શકે છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ વખતે કેબિનેટ વિસ્તાર આગામી વિધાનસભા ચૂંટણી (Assembly Elections 2022)ને ધ્યાનમાં રાખીને પણ કરવામાં આવી શકે છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્રના અનેક બીજેપી (BJP) નેતાઓને મંત્રીમંડળમાં સામેલ કરવાની શક્યતા છે.
આ નેતા દિલ્હી જવા રવાના થયા
મીડિયા અહેવાલો મુજબ, સંભવિત નેતાઓને દિલ્હી બોલાવવામાં આવી રહ્યા છે. તેમાં મધ્ય પ્રદેશના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા આજે બપોરે દિલ્હી પહોંચી રહ્યા છે. બીજી તરફ, આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ મંગળવારે ત્રણ વાગ્યા સુધીમાં રાજધાની પહોંચશે. બીજી તરફ, મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા નારાયણ રાણે પણ આજે બપોરે દિલ્હી પહોંચશે. સેન્ટ્રલ કેબિનેટમાં સામેલ થવાની ડિમાન્ડ કરી રહેલી અપના પાર્ટીની અનુપ્રિયા પટેલને પણ બોલાવવામાં આવ્યા છે.
મીડિયા અહેવાલો મુજબ, હાલમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને બી.એલ. સંતોષની વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠકમાં મંત્રીઓની અંતિમ યાદી પર મહોર મારવામાં આવી છે. રીટા બહુગુણા જોશી, પીલીભીતથી સાંસદ વરૂણ ગાંધી, બલિયાના રાજ્યસભા સાંસદ સકલદીપ રાજભર, આગ્રાના સાંસદ એસ.પી. સિંહ બઘેલના નામોને લઈ ચર્ચા ચાલી રહી છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાને મળશે તક?
મંત્રીમંડળ વિસ્તારની અટકળો વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ ચર્ચાનો વિષય બની ગયો છે. મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસથી અલગ થયા બાદ તેઓ બીજેપીમાં સામેલ થયા હતા. તેમના આ નિર્ણયને કારણે રાજ્યમાં કૉંગ્રેસને સત્તા ગુમાવવી પડી હતી અને શિવરાજ સિંહ ચૌહાણને મુખ્યમંત્રીની ગાદી મળી હતી. એવામાં સિંધિયાને કેબિનેટમાં ફેરફારનો અગત્યનો હિસ્સો માનવામાં આવી રહ્યો છે. આ પણ વાંચો, Corona Cases: દેશમાં 111 દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં 34,703 લોકો થયા સંક્રમિત
" isDesktop="true" id="1111659" >
આ નેતા પણ રેસમાં સામેલ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કૉંગ્રેસ છોડી બીજેપીમાં સામેલ થયેલા દિનેશ ત્રિવેદીને પણ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ઓડિશાના બૈજયંત પાંડા, મહારાષ્ટ્રના સાંસદ પ્રીતમ મુંડે, દિલ્હીની સાંસદ મીનાક્ષી લેખી, મહારાજગંજના સાંસદ પંકજ ચૌધરીને લઈને પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર