મોદી સરકારનો મોટો નિર્ણય: ઘઉં, ચણા સહિત તમામ રવિ પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો

પ્રતિકાત્મક તસવીર

કૃષિ લાગત અને મૂલ્ય આયોગ (CACP-Commission for Agricultural Costs and Prices) ની ભલામણ બાદ કેન્દ્ર સરકાર અમુક પાક માટે વાવણી પહેલા જ લઘુત્તમ સમર્થન મૂલ્ય (ટેકાનો ભાવ)ની જાહેરાત કરે છે.

 • Share this:
  નવી દિલ્હી: કૃષિ લાગત અને મૂલ્ય આયોગ (Commission for Agricultural Costs and Prices)ની ભલામણને ધ્યાનમાં રાખીને મોદી સરકારે રવિ પાક માટે ટેકાના ભાવની કિંમત (MSP) વધારવાનો નિર્ણય કર્યો છે. મોદી કેબિનેટ તરફથી તમામ રવિ પાકની MSPમાં વધારો કરવા માટેની મંજૂરી પર  મહોર મારી દેવામાં આવી છે. નોંધનીય છે કે આજે સવારે જ વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કરી દીધું હતું કે MSP પહેલાની જેમ ચાલુ જ રહેશે.

  કૃષિ લાગત અને મૂલ્ય આયોગ (CACP-Commission for Agricultural Costs and Prices) ની ભલામણ બાદ કેન્દ્ર સરકાર અમુક પાક માટે વાવણી પહેલા જ લઘુત્તમ સમર્થન મૂલ્ય (ટેકાનો ભાવ)ની જાહેરાત કરે છે. જેનાથી ખેડૂતોને એવો વિશ્વાસ અપાવવાનો પ્રયાસ થાય છે કે બજારમાં ભાવ ઘટશે તો પણ તેમના પાકનું સરકારે નક્કી કરેલું મૂલ્ય તેમને મળશે જ. આવી જાહેરાતથી સરકાર ખેડૂતોનું નુકસાન ઓછું કરવાનો પ્રયાસ કરે છે.

  જોકે, તમામ રાજ્યની સરકાર ખેડૂતોને આનો લાભ નથી આપતી. આ વખતે બિહાર અને મધ્ય પ્રદેશમાં સૌથી ખરાબ હાલત છે. અહીં ખેડૂતોને એમએસપી નથી મળી રહી. શાંતા કુમાર સમિતિએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ફક્ત છ ટકા ખેડૂતોને જ એમએસપીનો લાભ મળે છે. એટલે કે 94 ટકા ખેડૂતો માર્કેટ પર નિર્ભર છે.

  આ પણ વાંચો: 

  એમએસપી નક્કી કરવાનો આધાર

  કૃષિ લાગત અને મૂલ્ય આયોગ ન્યૂનતમ સમર્થન મૂલ્ય (ટેકાનો ભાવ)ની ભલામણ કરે છે. તે અમુક શરતોને ધ્યાનમાં રાખીને આ ભાવ નક્કી કરે છે. જેમ કે...

  - ઉત્પાદન ખર્ચ.
  - પાક તૈયાર કરતી વખતે ઉપયોગમાં લેવાતી વસ્તુઓનાં ભાવમાં કેટલો ફેરફાર થયો.
  - બજારમાં વર્તમાન કિંમતનું વલણ.
  - માંગ અને પુરવઠાની સ્થિતિ.
  - રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્થિતિ.
  Published by:Vinod Zankhaliya
  First published: