મેડિકલ એજ્યુકેશનમાં અનામત ઉપર મોદી સરકારનો મોટો નિર્ણય, OBC અને EWSને થશે ફાયદો

વિદ્યાર્થીઓની પ્રતિકાત્મક તસવીર

medical education reservation: મેડિકલ એજ્યુકેશનમાં OBC અને EWSને અનામત આપવામાં આવશે. OBCને 27 ટકા અને EWSને 10 ટકા અનામત આપવામાં આવશે. આ જાણકારી કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આપી છે.

  • Share this:
    નવી દિલ્હીઃ મેડિકલ એજ્યુકેશનમાં (Medical Education) અનામતને (reservation) લઈને ગુરુવારે મોદી સરકારે (Modi Government) મોટો નિર્ણય લીધો છે. મેડિકલ એજ્યુકેશનમાં OBC અને EWSને અનામત આપવામાં આવશે. OBCને 27 ટકા અને EWSને 10 ટકા અનામત આપવામાં આવશે. આ જાણકારી કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Union Health Minister Mansukh Mandvia) ટ્વીટ કરીને આપી છે.

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક પછી એક કરેલા પોતાના ટ્વીટમાં લખ્યું છે કે દેશમાં મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રમાં સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ઓલ ઈન્ડિયા કોટા અંતર્ગત અંડરગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ તથા ડેન્ટલ શિક્ષામાં OBC વર્ગના વિદ્યાર્થીઓને 27 ટકા અને નબળી આવક વર્ગ EWSના વિદ્યાર્થીઓને 10 ટકા અનામત આપવામાં આવશે.





    આ નિર્ણયથી મેડિકલ તથા ડેન્ટલ શિક્ષામાં પ્રવેશ માટે OBC તથા આર્થિક રૂપથી નબળા વર્ગ (EWS)થી આવનારા 5550 વિદ્યાર્થીઓને લાભ મળશે. દેશના પછાત અને આર્થિક નબળી પરિસ્થિતિ ધરાવતા વર્ગના ઉત્થાન માટે તેમને અનામત આપવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.



    વડાપ્રધાન મોદીએ પણ આ નિર્ણય ઉપર ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ પોતાના સ્ટીવટમાં કહ્યું છે કે આ નિર્ણય મેડિકલ ફિલ્ડમાં આવનારા વિદ્યાર્થીઓને ખુબ જ મદદગાર સાબિત થશે.

    મોદી સરકારના આ નિર્ણયથી હવે દર વર્ષે એમબીબીએસમાં લગભગ 1500 અને પોસ્ટગ્રેજ્યુએટમાં 2500 ઓબીસી વિદ્યાર્થીઓને લાભ થશે. જ્યારે એમબીબીએસમાં લગભગ 550 અને પોસ્ટગ્રેજ્યુએટમાં 1000 EWS વિદ્યાર્થીઓને ફાયદો થશે.
    Published by:ankit patel
    First published: