Home /News /national-international /મોદી સરકારનો મોટો નિર્ણય: આ 3 સરકારી કંપનીમાં પોતાની ભાગીદારી વેચશે, 65,000 કરોડ એકઠા કરવાનો ટાર્ગેટ

મોદી સરકારનો મોટો નિર્ણય: આ 3 સરકારી કંપનીમાં પોતાની ભાગીદારી વેચશે, 65,000 કરોડ એકઠા કરવાનો ટાર્ગેટ

આ ત્રણ સરકારી કંપનીમાં પોતાની ભાગીદારી વેચશે સરકાર

ભારત સરકાર કોલ ઈંડિયા, હિન્દુસ્તાન ઝિંક અને રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર્સ (RCF)માં 5થી 10 ટકા ભાગીદારી વેચવાની યોજના બનાવી રહી છે.

  નવી દિલ્હી: ભારત સરકાર કોલ ઈંડિયા, હિન્દુસ્તાન ઝિંક અને રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર્સ (RCF)માં 5થી 10 ટકા ભાગીદારી વેચવાની યોજના બનાવી રહી છે. બ્લૂમબર્ગના સૂત્રોના હવાલેથી તેની જાણકારી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શેરબજારમાં ઉછાળો અને નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં રેવન્યૂ વધારવા માટે કોલ ઈંડિયા અને હિન્દુસ્તાન ઝિંક સહિત સરકારી કંપનીઓમાં નાની ભાગીદારી વેચવાની યોજના બનાવી રહ્યું છે.

  સરકાર માર્ચ, 2023 સુધી ત્રણ મોટી સરકારી કંપનીઓમાં પોતાના શેર વેચશે. આ કંપનીઓના OFS (offer for sale) લાવવાની તૈયારી કરી રહ્યું છે.

  આ પણ વાંચો: સ્વાગતમ: ભારત જોડો યાત્રા પર મોદી સરકારના મંત્રીએ એક ટિપ્પણી કરી ને કોંગ્રેસ નેતાઓ ઝુમવા લાગ્યા

  65,000 કરોડ એકઠા કરવાનો ટાર્ગેટ


  સરકારે આ વર્ષે સરકારી કંપનીઓમાં વિનિવેશથી 65,000 કરોડ રૂપિયા ભેગા કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. હજૂ તેમાંથી અમુક 24,000 કરોડ સુધી આવ્યા છે. બાકીના આ ત્રણ ચાર કંપનીઓથી ઓફર ફોલ સેલથી 16,000થી લઈને 20,000 કરોડ રૂપિયા સુધી એકઠા કરી શકે છે.

  જાણો કઈ કંપનીમાં કેટલીય વેચશે ભાગીદારી


  બ્લૂમબર્ગ દ્વારા રિપોર્ટ કરવામાં આવેલી ગણતરી અનુસાર, આ ત્રણ કંપનીઓમાં ઓફ ફોર સેલ લગભગ 16,500 કરોડ રૂપિયા અથવા 2 બિલિયન ડોલર મળી શકે છે. કોલ ઈંડિયાથી OFS માં 3 ટકા શેર વેચશે, તેમાં 5000 કરોડ રૂપિયા એકઠા કરશે. હિન્દુસ્તાન ઝિંકમાં 8 ટકા ભાગીદારી વેચીને 10,000 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારી છે. તો વળી RITESમાં 10 ટકા ભાગીદારીના બદલે 1000 કરોડ રૂપિયા એકઠા કરશે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Narendra modi government

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन