મોદી સરકાર શરૂઆતમાં લાવી શકે છે આ 4 મોટી યોજનાઓ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

લોકસભા ચૂંટણી પરિણામમાં એનડીએને મળેલા પ્રચંડ બહુમત બાદ હવે નવી સરકાર માટે નવા એજન્ડાને લઈ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે

 • Share this:
  દેશની કમાન એકવાર ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી ગઈ છે. લોકસભા ચૂંટણી પરિણામમાં એનડીએને મળેલા પ્રચંડ બહુમત બાદ હવે નવી સરકાર માટે નવા એજન્ડાને લઈ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. નવી સરકાર સામે સુધારવાદી નિર્ણયોને રફ્તાર આપવાનો પડકાર હશે. મંત્રાલયોએ સરકારના શરૂઆતના 100 દિવસના એજન્ડા પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે. આ સિવાય મોદી સરકાર સ્ટાર્ટઅપને આગળ વધારવા માટે એક ફંડનું નિર્માણ કરી શકે છે. જેમાં શરૂઆતની રકમ 1 હજાર કરોડ રૂપિયા હશે. ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને કેટલીક અન્ય બેન્કો પંજાબ નેશનલ બેન્કમાં વિલય કરવાની સંભાવના પર મોદી સરકાર વિચાર કરી શકે છે.

  1 - નવી નોકરીઓને લઈ આવશે યોજના - દેશમાં રોજગારના અવસર વધારવા માટે કેન્દ્ર સરકાર નવી ઔદ્યોગિક નીતિ લાવવા જઈ રહી છે. આ હેઠળ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા અને ઓર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પ્રોત્સાહન આપવા માટે ઈન્સેટિવ મળશે. નવી ઔદ્યોગિક નીતિ હેઠળ વાર્ષીક 6.93 લાખ કરોડ રૂપિયાની એફડીઆઈ દેશમાં આવી શકે છે, જે ગત વર્ષે 4.16 કરોડ રૂપિયા હતી.

  2 - એગ્રી પ્રોડક્ટના નિકાસ પર મળશે વધારે ઈન્સેટિવ - સીએનબીસી અવાજને સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, કૃષિ એક્સપોર્ટ નીતિમાં ફેરફાર આવી શકે છે અને ખેડૂતોની સમસ્યા દૂર કરવા માટે નિકાસ પર ઈન્સેટિવ વધારવામાં આવી શકે છે. પીએમ - આશા જેવી પ્રોક્યૂરમેન્ટ પોલિસીનું રિવ્યુ કરવામાં આવી શકે છે.

  3 - ઈ-કોમર્સ પોલિસી પર થશે ચર્ચા - મોદી સરકાર પોતાના પહેલા ટર્મમાં લાવવામાં આવેલી ઈ-કોમર્સ પોલીસી પર સ્ટેક હોલ્ડર્સ સાથે વાતચીત કરી શકે છે. એક અન્ય સ્ત્રોતે જણાવ્યું કે, આ વાતચીતમાં ક્રોસ ડેટા ફ્લોને પણ લઈ વાતચીત થઈ શકે છે.

  4 - આઈબીસીમાં સંશોધન સંભવ - મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોદી સરકારના નવા કેબિનેટનો કાર્યભાર સંભાળતા જ ઈનસાલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડને સંશોધિત કરી તેને ક્રોસ બોર્ડ ઈનસોલ્વેન્સી ફ્રેમવર્ક લાવવાનો પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે.

  આ હેઠળ કર્જદાતાઓને દેવાળીયા થઈ ચુકેલી કંપનીઓની વિદેશી સંપત્તિઓ સુધી પહોંચ સુનિશ્ચિત કરવામાં આવી શકે છે. આ સિવાય ઈનસોલ્વેન્સી રેગ્યુલેટર ઈન્ડિવ્યુઝિઅલ સોલ્વેન્સી રેગ્યુલેશન લાવવાની પહેલ કરી શકે છે.

  આ સિવાય તમામ ગરીબ લોકોને 35 હજાર રૂપિયા સુધીની દેવામાફી પણ આપવામાં આવી શકે છે. આ સિવાય ઈનસાલ્વેન્સી મામલામાં પ્રક્રિયા ઝડપી કરવા અને તેનો ખર્ચ ઘટાડવાની પહેલ કરવામાં આવી શકે છે.
  Published by:kiran mehta
  First published: