ગરીબને જ નહીં, તમામ ભારતીયને મળશે 'આયુષ્યમાન ભારત'નો લાભ!

News18 Gujarati
Updated: November 11, 2018, 12:41 PM IST
ગરીબને જ નહીં, તમામ ભારતીયને મળશે 'આયુષ્યમાન ભારત'નો લાભ!
તમામ નાગરીકોને હેલ્થ ઈન્સ્યોરન્સ આપવાની આ યોજના માટે ફંડની અછત ન ઉભી થાય, તેના માટે સરકાર લોકો પાસે રાહત દરે પ્રિમીયમની રકમ લેવા પર પણ વિચાર કરી રહી છે.

તમામ નાગરીકોને હેલ્થ ઈન્સ્યોરન્સ આપવાની આ યોજના માટે ફંડની અછત ન ઉભી થાય, તેના માટે સરકાર લોકો પાસે રાહત દરે પ્રિમીયમની રકમ લેવા પર પણ વિચાર કરી રહી છે.

  • Share this:
મોદી સરકાર દેશના 10 કરોડથી વધારે ગરીબ પરિવારોને મફતમાં સારવારની સુવિધા આપનારી 'આયુષ્યમાન ભારત' યોજનાની અંદર મિડલ ક્લાસ સહિત તમામ લોકોને લાવવાની તૈયારીમાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ મોદી સરકાર કોઈ પણ સમયે આ મુદ્દે જાહેરાત કરી શકે છે. તમામ નાગરીકોને હેલ્થ ઈન્સ્યોરન્સ આપવાની આ યોજના માટે ફંડની અછત ન ઉભી થાય, તેના માટે સરકાર લોકો પાસે રાહત દરે પ્રિમીયમની રકમ લેવા પર પણ વિચાર કરી રહી છે.

હાલમાં ગરીબોને મફતમાં સારવાર પર પ્રતિ પરિવાર 1100 રૂપિયાનો ખર્ચ આવવાનો અંદાજ છે. આનો ખર્ચ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઉઠાવી રહી છે. આ યોજનાની રૂપરેખા તૈયાર કરનારા એક વર્ગનો વિચાર છે કે, જો આ હેલ્થ ઈન્સ્યોરન્સ માટે બાકીના લોકો પાસેથી પ્રતિ પરિવાર 2200 રૂપિયા વાર્ષિક પ્રિમીયમ લેવામાં આવે તો, સરકાર પાસે એટલું ફંડ થશે કે, આ યોજના એક રીતે ફ્રી થઈ જશે. હેલ્થ કવરનો ફાયદો 5 લાખથી વધારે જોઈએ તો, 'ટોપ-અપ'ની સુવિધા આપવા પર પણ સરકાર વિચાર કરી રહી છે.

25 સપ્ટેમ્બરે શરૂ થયેલી 'આયુષ્યમાન ભારત' પ્રધાનમંત્રી જન-ધન યોજનાની અંદર હાલમાં સરકારની પેનલમાં સામેલ કોઈ પણ સરકારી અથવા પ્રાઈવેટ હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ છે. લાભાર્થીઓના લિસ્ટમાં હાલમાં 10.74 કરોડ ગરીબ પરિવારો એટલે કે 50 કરોડથી પણ વધારે વસ્તીને રાખવામાં આવી છે. પહેલા સંકેત હતા કે, મોદી સરકાર 2019ની ચૂંટણી જીત્યા બાદ આ યોજનાની અંદર તમામ લોકોને લાવી દેશે, પરંતુ સરકારને 2019ની ચૂંટણીમાં જીત મુશ્કેલ લાગી તો, વિધાનસભા ચૂંટણી બાદ આ યોજનાની અંદર તમામ લોકોને લાવવા માેટ બીજેપી પર દબાણ વધી રહ્યું છે. સરકારી સૂત્રોને લાગે છે કે, લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર આ દાવ ખેલે તો ના માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે.
First published: November 11, 2018, 7:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading