Home /News /national-international /

તમે મને જે વાત કહી શકો તે વાત મોદીને કહેવાની હિંમત પણ ન કરી શકોઃ રાહુલ

તમે મને જે વાત કહી શકો તે વાત મોદીને કહેવાની હિંમત પણ ન કરી શકોઃ રાહુલ

સિંગાપોર ખાતે રાહુલ ગાંધી

' લોકોમાં ભાગલા પડાવવામાં આવે છે, તેમના ગુસ્સાનો ઉપયોગ કરવામાં આવે છે, આવું ભારતમાં પણ થાય છે.'

    બીજેપી પર નિશાન સાધતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દેશમાં ડરનો માહોલ છે. અહીં ચૂંટણી જીતવા માટે લોકોમાં ભાગલા પડાવવા અને તેમના ગુસ્સાનો ઉપયોગ કરવાની રાજનીતિ થાય છે. રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું કે લોકો જે વાત મને કહી શકે છે તે જ વાત તેઓ પીએમ મોદીને કહેવાની હિંમત નથી રાખતા.

    સિંગાપોરમાં પ્રતિષ્ઠિત લી કુઆન યિઉ સ્કૂલ ઓફ પબ્લિક પોલીસીમાં એક કોન્ફરન્સમાં ભાગ લેતા રાહુલ ગાંધીએ આ વાત કરી હતી. રાહુલે કહ્યું, 'એક અલગ પ્રકારની રાજનીતિ કરવામાં આવી રહી છે, આ ફક્ત ભારતમાં જ નહીં અન્ય જગ્યાએ પણ કરવામાં આવે છે. લોકોમાં ભાગલા પડાવવામાં આવે છે, તેમના ગુસ્સાનો ઉપયોગ કરવામાં આવે છે, આવું ભારતમાં પણ થાય છે.'

    રાહુલે વધુમાં કહ્યું કે, 'જો તમે મને પૂછશો કે મને ભારતની કઇ વાત પર સૌથી વધારે ગર્વ છે તો હું કહીશ કે તે અનેકત્વનો વિચાર છે. આ વિચાર એવો છે કે ભારતમાં લોકો ખુલ્લી રીતે તેમની વાત રજૂ કરી શકે, તેમને જે ગમે છે તે કોઈ જ ભય વગર કરી શકે. આ એક પડકાર પણ છે.'

    સુપ્રીમ કોર્ટના ચાર જજો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યા અંગે પૂછાયેલા સવાલમાં રાહુલે કહ્યું હતું કે, 'તે લોકો હકીકતમાં પ્રેસ પાસે ગયા હતા અને તેમણે કહ્યું હતું કે અમે પણ ઈચ્છીએ છીએ કે અમારી વાત સાંભળવામાં આવે. કારણ એટલું જ હતું કે મોટા પ્રમાણમાં કંઈક ખોટું થઈ રહ્યું હતું.'

    આ દરમિયાન એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે તમે મારી સાથે કોઈ પણ મુદ્દે ચર્ચા કે ઉગ્ર રજૂઆત કરી શકો છો. તમે મને જે વાત કહી શકો છો તે વાત નરેન્દ્ર મોદીની સામે કહેવાની હિંમત ન કરી શકો. આના પર મને ગર્વ છે.

    રાહુલ ગાંધીએ કહ્યું કે, 'હું નથી જાણતો કે તમને ન્યાયાધીશોની ટિપ્પણી અંગે ખબર છે કે નહીં પરંતુ આખા કેસનું કેન્દ્રબિંદુ અમિત શાહ છે. આ માટે જ અમારી દેશમાં સંસ્થાગત માળખા સામે મોટા પડકાર રહેલા છે.' રાહુલ ગાંધી પરોક્ષ રીતે વિશેષ સીબીઆઈ ન્યાયાધીશ બી એચ લોયાના કથિત રહસ્યમય મોતનો ઉલ્લેખ કરી રહ્યા હતા. જેઓ સોહરાબુદ્દીન શેખ ફેક એન્કાઉન્ટરની સુનાવણી કરી રહ્યા હતા. આ કેસમાં અમિત શાહને આરોપમુક્ત કરવામાં આવ્યા છે.

    રાહુલ ગાંધીએ કહ્યું, 'વડાપ્રધાન મોદીનું કાયદો બનાવવા પર નિયંત્રણ છે. ઉત્તર પ્રદેશ પોલીસ અને હરિયાણા પોલીસ પર તેમનો કંટ્રોલ છે. ભારતમાં એક ખતરનાક રાજનીતિ થઈ રહી છે. અમે ચૂંટણીમાં તેમની સામે લડીશું અને હરાવીશું.'
    First published:

    Tags: Attacks Modi gov, Divisive politics, Modi Gov, Singapore, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन