Home /News /national-international /'એક ભારત શ્રેષ્ઠ ભારત' બનાવવા મોદી સરકારે 4 વર્ષમાં રૂ. 4343 કરોડ ખર્ચ્યા

'એક ભારત શ્રેષ્ઠ ભારત' બનાવવા મોદી સરકારે 4 વર્ષમાં રૂ. 4343 કરોડ ખર્ચ્યા

    મોદી સરકાર 'એક ભારત શ્રેષ્ઠ ભારત' અને 'અચ્છે દિન' લાવવા માટે અનેક પ્રયાસ કરી રહી છે. ત્યારે આ મહિને હવે મોદી સરકારના 4 વર્ષ પૂર્ણ થશે. પરંતુ તમે જાણો છો કે સરકારે અચ્છે દિન લાવવા માટે કેટલો ખર્ચ કર્યો છે? મોદી સરકારે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' બનાવવા માટે જાહેરાતોથી લઈને પબ્લિસીટી કરવા માટે 4 હજાર 343 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

    RTI દ્વારા મળતી માહિતી અનુસાર નરેન્દ્ર મોદી સરકારે મે 2014માં સત્તા પર આવ્યા બાદ જાહેરાતો પર 4343 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સૂચના એવં પ્રસારણ મંત્રાલય અંતર્ગત આવનારી એજન્સી 'બ્યૂરો ઓફ આઉટરિચ કમ્યૂનિકેશન'ને મુંબઈના આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલીએ આરટીઆઈ આવેદન પર માહિતી આપી છે.

    એજન્સીએ જણાવ્યું કે આ રાશિ પ્રિંટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા સિવાય આઉટડોર પ્રચાર પર ખર્ચ કરવામાં આવી છે. એજન્સીઓનું કહેવું છે કે સરકારે પોતાના કાર્યક્રમોમાં અલગ અલગ મીડિયા મંચો પર જાહેરાત માટે 4343 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

    જાણો ક્યાં કેટલો ખર્ચ થયો?
    ક્યાં થયો ખર્ચ ખર્ચ  (કરોડ)
    ઈલેક્ટ્રીક મીડિયા1656
    પ્રિન્ટ મીડિયા1698
    રેડિયો પર 'મનકી બાત'8.5
    હોર્ડિંગ-પોસ્ટર-બેનર-બુકલેટ399

    2015-16માં કેટલો ખર્ચ થયો?
    મોદી સરકારે 2015-16માં સૌથી વધુ પૈસાનો ખર્ચ કર્યો હતો. અને નોટબંધી પણ આ વર્ષે જ હતી. વર્ષ 2015-16 આર્થિક વર્ષમાં 510.69 કરોડ રૂિપિયા પ્રિન્ટ મીડિયા, 541.99 કરોડ રૂપિયા ઈલેક્ટ્રોનિક મીડિયા અને 118.43 કરોડ રૂપિયાનો અન્ય ખર્ચ કરવામાં આવ્યો હતો.

    2016-17માં કેટલો ખર્ચ થયો?
    મોદી સરકારે 2016-17માં પ્રિન્ટ મીડિયામાં 463.38 કરોડ રૂપિયા, ઈલેક્ટ્રોનિક મીડિયામાં 613.78 કરોડ રૂપિયા અને અન્ય ખર્ચામાં 185.99 કરોડ રૂપિયોનો ખર્ચ કર્યો હતો.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Bhajap, Pm narendra modis, ભાજપ, મોદી

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन