Home /News /national-international /

મોદીનું માર્કેટીંગ : 22 અબજ ડોલરની ડીલ થઇ પાક્કી

મોદીનું માર્કેટીંગ : 22 અબજ ડોલરની ડીલ થઇ પાક્કી

અન્ય વિદેશી દેશોની જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનમાં પણ પોતાનું પ્રભુત્વ બતાવી રહ્યા છે. ત્રણ દિવસના પ્રવાસના આજે અંતિમ દિવસે તેઓ શાંઘાઇ આવ્યા હતા. અહીં તેમણે ચીનની મુખ્ય 20 કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કરી ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. જેને પગલે 22 અબજ ડોલરના રોકાણના સમજુતી કરાર થયા હતા. જે એક મોટી ઐતિહાસિક સિધ્ધિ રૂપ છે.

અન્ય વિદેશી દેશોની જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનમાં પણ પોતાનું પ્રભુત્વ બતાવી રહ્યા છે. ત્રણ દિવસના પ્રવાસના આજે અંતિમ દિવસે તેઓ શાંઘાઇ આવ્યા હતા. અહીં તેમણે ચીનની મુખ્ય 20 કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કરી ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. જેને પગલે 22 અબજ ડોલરના રોકાણના સમજુતી કરાર થયા હતા. જે એક મોટી ઐતિહાસિક સિધ્ધિ રૂપ છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
શાંઘાઇ # અન્ય વિદેશી દેશોની જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનમાં પણ પોતાનું પ્રભુત્વ બતાવી રહ્યા છે. ત્રણ દિવસના પ્રવાસના આજે અંતિમ દિવસે તેઓ શાંઘાઇ આવ્યા હતા. અહીં તેમણે ચીનની મુખ્ય 20 કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કરી ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. જેને પગલે 22 અબજ ડોલરના રોકાણના સમજુતી કરાર થયા હતા. જે એક મોટી ઐતિહાસિક સિધ્ધિ રૂપ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસનો આજે અંતિમ ત્રીજા દિવસ પણ મહત્વનો અને ચર્ચાનો બની રહ્યો છે. આજે તેઓ ચીનની ટોપ 20 કંપનીઓના સીઇઓ સાથે મળ્યા હતા. ચીની કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત દરમિયાન ચીની કંપની અલી બાબાના માલિક જૈકમા ઉપરાંત અન્ય 20 કંપનીઓના સીઇઓ પણ હાજર રહ્યા હતા.

આ મુલાકાત દરમિયાન બંને દેશાની કંપનીઓ વચ્ચે અંદાજે 22 બિલિયન અમેરીકી ડોલરના વ્યાપારી કરાર થયા હતા. મોદીએ ચીની કંપનીઓના સીઇઓ સાથે મેક ઇન ઇન્ડિયાનો સંદેશો આપ્યો હતો. ચીની કંપનીઓના ઉચ્ચ કોટીના અધિકારીઓ સાથે વાતચીત કરતાં મોદીએ તેમણે ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.

ચીની કંપનીઓના સીઇઓ સાથેની બેઠક બાદ ભારત-ચીન બિઝનેસ ફોરમને સંબોધતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચેના વેપારથી બંને દેશોને ફાયદો થશે. ભારત અને ચીન બે મહાન સભ્યતાઓ છે જેમણે સમગ્ર વિશ્વને માનવતાનું મહત્વ સમજાવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, આપણે સમગ્ર દુનિયાના ત્રીજા ભાગની જનસંખ્યા છીએ અને એમની સાથે જે પ્રતિનિધિત્વ મંડળ છે જેમાં બિઝનેસ જગતની હસ્તીઓ અને અધિકારીઓ છે.

ઉપરાંત પ્રધાનમંત્રી મોદી અન્ય બે સ્થળોએ પણ સંબોધન કરશે. જેમાં પ્રથમ સંબોધન ફુદાન વિશ્વ વિદ્યાલયમાં અને બીજુ સંબોધન ભારતીય સમુદાયના એક સ્વાગત સમારોહમાં થશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી પોતાની વિદેશ યાત્રાના બીજા તબક્કામાં મંગોલિયાની રાજધાની ઉલાનબટોર જવા માટે રવાના થશે. તેઓ 18મીએ દક્ષિણ કોરીયા જશે અને 19મીએ વતન પરત ફરશે.

આ પહેલા ગુરૂવારે તેઓ શિયાન ગયા હતા જ્યાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે શિખર વાર્તા કરી હતી જ્યારે બીજા દિવસે શુક્રવારે બીજિંગ ગયા હતા જ્યાં તેઓ ચીની પ્રધાનમંત્રી લી ક્વિંગ સાથે વ્યાપર મુદ્દે ચર્ચા કરી હતી.
First published:

Tags: દેશ વિદેશ, નરેન્દ્ર મોદી, મોદી ચીન પ્રવાસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन