Home /News /national-international /

'તૂ હૈ વહી દિલ ને જિસે અપના કહા,' ચીનમાં મોદી માટે વાગ્યું આ ગીત

'તૂ હૈ વહી દિલ ને જિસે અપના કહા,' ચીનમાં મોદી માટે વાગ્યું આ ગીત

    વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ એકબીજાને મળ્યા ત્યારે આખો ફિલ્મી માહોલ ઉભો થયો હતો. ચીનના પ્રવાસના બીજા દિવસે શી જિનપિંગે મોદીના સ્વાગત માટે બોલિવૂડનું એક જૂનું ગીત વગાડ્યું હતું.

    મોદીના સ્વાગતમાં 1980ના દશકાની હિન્દી ફિલ્મ 'યે વાદા રહા'નું પ્રસિદ્ધ ગીત 'તૂ તૂ હૈ વહી દિલ ને જિસે અપના કહા...તૂ હૈ જહાં મૈ હું વહાં' વગાડવામાં આવ્યું હતું. ચીનના કલાકારો તરફથી વગાડવમાં આવેલા આ ગીતને શી જિનપિંગ અને મોદી ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ગીત પૂરું થયા બાદ બંનેએ તાળીઓ વગાડીને કલાકારોનું અભિવાદન પણ કર્યું હતું.

    મોદીએ વગાડ્યો ઘંટ

    આ પહેલા શુક્રવારે નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે ત્રણ મુલાકાત થઈ હતી. મુલાકાત દરમિયાન હુબેઇ મ્યુઝિયમમાં રંગારંગ કાર્યક્રમો દ્વારા મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોદીએ એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ઘંટ વગાડ્યો હતો. પીએમ મોદી પછી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે પણ ઘંટ વગાડ્યો હતો.



    મોદીએ શી જિનપિંગને પેઇન્ટિંગ ગિફ્ટ કર્યું

    આ પહેલા વડાપ્રધાન મોદીએ શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ચીનના એક પ્રસિદ્ધ ચિત્રકારનું પેઇન્ટિંગ ગિફ્ટ કર્યું હતું. પેઇન્ડિંગમાં એક ઘોડો અને ઘાસ પર એક ચકલી નજરે પડી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચિત્રકાર શૂએ વિશ્વભારતીમાં રોકાણ દરમિયાન આ પેઇન્ડિંગ બનાવ્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bollywood song, Xi Jinping, મોદી ચીન પ્રવાસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन