Home /News /national-international /

મોદી-જિનપિંગ વચ્ચે અનૌપચારિક વાતચીત, આતંકવાદ સામે મળીને લડશે બંને દેશઃ વિદેશ મંત્રાલય

મોદી-જિનપિંગ વચ્ચે અનૌપચારિક વાતચીત, આતંકવાદ સામે મળીને લડશે બંને દેશઃ વિદેશ મંત્રાલય

    વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે વુહાનમાં અનૌપચારિક શિખર સંમેલનના બીજા દિવસની શરૂઆત પ્રસિદ્ધ ઇસ્ટ લેકના કાંઠે લટાર સાથે કરી. બંનેએ આ દરમિયાન ખૂબ વાતચીત કરી હતી. બાદમાં મોદી અને જિનપિંગે તળાવમાં બોટિંગ કર્યું હતું. આ દરમિયાન બંનેએ ચાય પે ચર્ચા પણ કરી. ઇસ્ટ લેકના કિનારે મોદી અને જિનપિંગ લંચ પણ કરશે.

    મોદી અને જિનપિંગની મુલાકાત અંગે વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે, બંને નેતાઓની આ મુલાકાતથી ભારત અને ચીનના સંબંધો વધુ મજબૂત થશે.



    વિદેશ મંત્રાલયે શું કહ્યું?

    મોદી અને જિનપિંગે અનૌપચારિક વાતચીક કરી હતી, જેમાં બંને દેશના નેતાઓએ કહ્યું હતું કે તેઓ સાથે મળીને આતંકવાદ સામે લડશે. વિદેશ સચિવે કહ્યું કે, 'ભારત-ચીન સરહદ વિવાદ પર બંને નેતા (શી અને મોદી) વિશેષ પ્રતિનિધિઓ દ્વારા તર્કસંગત અને પરસ્પર કોઈ ઉકેલ લાવવા માટે સહમત થયા છે. બંને નેતાઓ એ વાત સહમત થયા છે કે તેએ રણનીતિક વાતચીત ચાલું જ રાખશે. મોદીનો આ પ્રવાસ ઐતિહાસિક સાબિત થશે. દુનિયામાં શાંતિની સ્થાપના માટે બંને દેશ સહમત થયા છે.'



    મોદીએ વીબો પર કરી પોસ્ટ

    મોદીએ ચીનની ખૂબ જ લોકપ્રીય સોશિયલ મીડિયા સાઇટ વીબો પર એક પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, 'હું વુહાનમાં રાષ્ટ્રપતિ જિનપિંગને મળીને ખૂબ જ ખુશ છું. અમે બંનેએ ખૂબ વિસ્તારથી અને લાભકર્તા વાતચીત કરી હતી. અમે ભારત-ચીનના સંબંધો મજબૂત બનાવવા તેમજ આતંરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.' સાથે જ મોદીએ હુબેઇ પ્રાંતમાં મ્યુઝિમમાં અતિથિ સત્કાર માટે શી જિનપિંગનો આભાર માન્યો હતો. મોદીએ લખ્યું છે કે, 'આ મ્યુઝિયમ ચીનની સંસ્કૃતિ અને ઇતિહાસની એક બાજુ છે.' નોંધનીય છે કે વીબો પર મોદીના 1,83,112 ફોલોઅર્સ છે.

    મોદી અને જિનપિંગનું ઇસ્ટ લેક પર વોક

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મોદીની ખાસ કાળજી રાખી છે. શનિવારે પીએમ મોદી માટે જિનપિંગે 1982ના બોલિવૂડની ગીતની ધૂન વગડાવી હતી. જિનપિંગે મોદી માટે ઋષિ કપુરનું ગીત 'તૂ તૂ હૈ વહી, દિલ ને જિસે અપના કહા..' વગડાવ્યું હતું.



    શનિવારનો મોદીનો કાર્યક્રમ

    સવારેઃ 7:20 થી 8:00 : ઇસ્ટ લેક વોક પર મોદી અને જિનપિંગની મુલાકાત.
    સવારે 8:00 થી 9:00 : મોદી-જિનપિંગ સાથે બોટિંગ કરશે.
    સવારે 9:10 થી 10:10 : લેક સાઇડ પેવેલિયનમાં જિનપિંગ અને મોદી લંચ કરશે.
    સવારે 11:15: મોદી દિલ્હી માટે રવાના થશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Modi Boating, Xi Jinping, ચીન, મોદી, મોદી ચીન પ્રવાસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन